કેન્દ્ર સ૨કા૨ની ડોક્ટર્સને ચેતવણી, જૈનરિક દવાઓ લખો નહીંતર પરિણામ ભોગવવું પડશે, મેડિકલ રિપ્રેઝન્ટિટિવને એન્ટ્રી નહીં.
કેન્દ્ર સ૨કા૨ની ડોક્ટર્સને ચેતવણી, જૈનરિક દવાઓ લખો નહીંતર પરિણામ ભોગવવું પડશે, મેડિકલ રિપ્રેઝન્ટિટિવને એન્ટ્રી નહીં.
દેશમાં જેનરિક દવાઓના ઉપયોગને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રએ કેન્દ્રીય હોસ્પિટલ, CGHS વેલ સેન્ટર અને પોલિટેકનિકમાં ફરજ બજાવના ડોક્ટર્સને ખાસ પત્ર લખી જેનરિક દવાઓ લખવાની સૂચના આપી છે. આ માટે કેન્દ્ર સરકારે આદેશ પણ જારી કર્યો છે. સરકારે કહ્યું કે, જો ડોક્ટરો તેમના પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવા લખશે નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
...તો ડોક્ટરો સામે કરાશે કડક કાર્યવાહી
આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકે આદેશ જારી કરવાની સાથે ચેતવણી આપી છે કે, કોઇપણ ડોક્ટર તેમના પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવાઓનો સમાવેશ નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. આદેશમાં કહેવાયું છે કે, કેટલાક ડોક્ટરો દ્વારા બ્રાન્ડેડ દવાઓ લખવામાં આવી રહી છે જે યોગ્ય નથી. આ ઉપરાંત મેડિકલ રિપ્રેઝન્ટેટિવને ડોક્ટરોને
મળવા માટે નવી ગાઈડલાઈન પણ બહાર પડાઈ છે. ડો.અતુલ ગોયલે તેમની નોટિસમાં ડોક્ટરોને કોઈપણ સંજોગોમાં તેમના પ્રિસ્ક્રિપ્શન પર માત્ર જેનેરિક દવાઓ લખવાની સૂચના આપી છે.
પ્રિસ્ક્રિપ્શનમાં માત્ર જેનરિક દવા લખવા સૂચના
તેમણે આદેશ જારી કરતા કહ્યું કે, ઘણા મામલાઓમાં કમિટીના ધ્યાને આવ્યું છે કે, ઘણા ડોક્ટરો તેમની પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવાઓના નામો લખી રહ્યા નથી. આવી સ્થિતિમાં આ આદેશનો સંપૂર્ણ અમલ થાય અને પ્રિસ્ક્રિપ્શન પર માત્ર અને માત્ર જેનેરિક દવાઓ લખવામાં આવે.
અગાઉ પણ જારી કરાયો હતો આદેશ
ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ આવો આદેશ જારી કરવામાં આવ્યો હતો, તેમ છતાં કેટલાક ડોક્ટરો દ્વારા પ્રિસ્ક્રિપ્શન પર બ્રાન્ડેડ દવાઓ લખવામાં આવી રહી છે. બ્રાન્ડેડ દવાઓ લખવા પાછળ જેનરિક દવાઓની ઉપલબ્ધતાને પણ જવાબદાર માનવામાં આવે છે. મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં જેનરિક દવાઓની અછતના કિસ્સાઓ પણ સામે આવી ચુક્યા છે.
બ્રાન્ડેડ દવાઓ કરતાં જેનરિક દવાઓ ઘણી સસ્તી સામાન્ય રીતે બ્રાન્ડેડ દવાઓ કરતાં જેનરિક દવાઓ ઘણી સસ્તી હોય છે. દવાઓ સસ્તી હોવાના કારણે દર્દીઓ પર આર્થિક બોજો પડતો નથી. બ્રાન્ડેડ અને જેનરિક દવાઓની કિંમતોમાં જમીન-આસમાનનો તફાવત હોય છે.
રીપોર્ટર : સી કે બારડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.