ગીર-સોમનાથ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ૨ દિવસીય મધમાખી ઉછેરની તાલીમ સંપન્ન.
ગીર સોમનાથ તા.૧૫: ગીર સોમનાથ ખાતે ૨ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલિમ યોજાય.
જેમાં તાલીમની શરૂઆત તાલીમના કોર્સ કોઓર્ડિનેટર અને પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત શ્રી રમેશભાઈ રાઠોડ દ્રારા સર્વે મહેમાનો અને તાલીમાર્થીઓનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઉદઘાટન પ્રસંગે કેવિકેના વડા શ્રી જીતેન્દ્રસિંહ ઉપસ્થિત સર્વેને મધમાખી પાલન દ્રારા પૂરક વ્યવસાય કરીને કઈ રીતે ખેતીની સાથે રોજગારીની તકો ઉભી કરી શકાય તે વિશે ખેડૂત મિત્રોને માહિતગાર કર્યા હતા.
ત્યારબાદ ટેક્નીકલ સેશનની શરૂઆતમાં નીતાબેન ગોસ્વામી, ખેતીવાડી અધિકારી, કિટકશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ મધમાખી પાલનની આદર્શ વેજ્ઞાનિક પધ્ધતિ, જુદી-જુદી ઋતુઓ દરમિયાન મધમાખી પાલનમાં રાખવાની થતી કાળજી વિશે સવિસ્તૃત માહિતી આપી હતી અને સાથે-સાથે તેમના ફીલ્ડ લેવલના અનુભવો પણ વર્ણવ્યા હતા.
રમેશ રાઠોડ,વિષય નિષ્ણાંત - પાક સંરક્ષણ એ મધમાખી ઉછેર માટે વપરાતા સાધનો વિશે ઝીણવટપૂર્વકની માહિતી આપી હતી. શ્રી મનીષભાઈ બલદાણીયા, વિષય નિષ્ણાંત-પાક વિજ્ઞાન, કેવીકેએ જુદા-જુદા પાકમાં પરાગનયન માટે મધમાખીનો ફાળો વિષય પર પ્રકાશ પાડયો હતો.. તાલીમના બીજા દિવસે શ્રી રમેશભાઈ રાઠોડએ મધમાખી પાલન ક્ષેત્રે રોજગારીની નવી તકો વિશે ઉંડાણપૂર્વકનુ માર્ગદર્શન આપ્યુ હતુ. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના સફળ મધમાખી પાલક શ્રી જેઠાભાઇ રામના ચમોડા ગામ ખાતેના ફાર્મ ઉપર પ્રેકટીકલ કરાવવામાં આવ્યો હતો અને તેમણે ઉપસ્થિત સર્વે સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા. હતા.તાલીમના અંતે સર્વે તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું અને સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તાલીમમાં ૨૪ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.