વિસાવદર તાલુકામાં જેમ્સ દ્વારા થયેલા કામોમાં મસમોટા ભ્રષ્ટાચારની આશંકા - At This Time

વિસાવદર તાલુકામાં જેમ્સ દ્વારા થયેલા કામોમાં મસમોટા ભ્રષ્ટાચારની આશંકા


વિસાવદર તાલુકામાં જેમ્સ દ્વારા થયેલા કામોમાં મસમોટા ભ્રષ્ટાચારની આશંકાતાલુકામાં જેમ્સ દ્વારા થયેલા કામોની માહિતી તા.વિ.અ. ન આપી શકે? તો કોની પાસેથી લેવાની
પારદર્શકતા ભરેલા વહીવટની મોટી મોટી વાતો કરનારા વહીવટી તંત્રની સામે આજે પ્રજાના પરસેવાના પૈસા સરકાર પાસેથી પોતાના ખાતે ઉધારી અને હલકી ગુણવતાવાળી વસ્તુઓ આપવાનું જેમ્સ દ્વારા કરેલ હોવાનું બહાર આવી રહયુ છે.ભ્રષ્ટાચાર સામે બંડ પોકારીને પ્રજા સમક્ષ સાચી હકીકત બહાર આવે તે માટે સ્થાનિક રહેવાસીએ આર.ટી.આઇ. ના માધ્યમથી માહીતી માંગેલ છે.જેમ્સ દ્વારા થયેલી કામગીરીની સમીક્ષામાં એવું જાણવા મળેલ છે સરકારી નીતિનિયમોને નેવે મૂકી અને સરકારી ધારાધોરણ મુજબના સ્પેશીફીકેશનની વસ્તુઓને બદલે હલકી ગુણવત્તા વાળી સિસ્ટમ ફાળવી દેવામાં આવેલ છે.એક રાજકીય પક્ષના નેતાના વગદારો સાથે અધિકારીઓ પણ આ કૌભાંડમાં વ્યવસ્થિત ભાગબંટાઈમા સામેલ છે.તેમજ આરો પ્લાન્ટ ,કમ્પ્યૂટર તેમજ સી.સી.ટી.વી. કેમેરાઓ જેવી ઓછા ભાવની વસ્તુઓ પધરાવી આ જેમ્સ કંપનીએ ભારે મસમોટું બિલ પાસ કરાવી લીધુ છે.અને આમાં કેટલાક કટકીબાજો ની ભૂમિકા મુખ્ય છે જે કોઈપણ સરકારી કામમાં પોતાનું કમીશન આપો નહીતર બિલ પાસ નહી થાય એવા તુમાખી ભરેલ રવૈયા સાથે આ તાલુકાના પોતેજ રાજા હોય એવું વતૅન કરી રહયા છે.વિવિધ ગામડાઓમાં જે જેમ્સ દ્વારા થયેલા કામોની જો સમીક્ષા કરવામાં આવે તો સરકાર આ કંપનીનું લાઈસન્સ રદ કરવાની નોબત આવી શકે એમ છે

રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.