વિસાવદરના હજુ કેટલાય વિસ્તારોમાં ભારે પેશકદમી - At This Time

વિસાવદરના હજુ કેટલાય વિસ્તારોમાં ભારે પેશકદમી


વિસાવદરના હજુ કેટલાય વિસ્તારોમાં ભારે પેશકદમીદબાણ સામે કાયદાની ભ્રામક વાતો કરતા અધિકારીઓની નજરદેખી
વિસાવદરના વેપારીઓની સામે મેગા ડીમોલેશન કાયૅવાહી સામે શેખી કરતા અધિકારીઓની સામે આજે આશરે ૪૦૦ જેટલા ખેડુતોએ વિસાવદર તળપદમાં પોલિસ સ્ટેશનની સામેના રસ્તાને ખુલ્લો કરવા આવેદનપત્ર આપ્યુ છે. આ રસ્તો પટેલ સમાજ,બ્રમ સમાજ તેમજ શ્યામ વાડીમાં ભારે અવર જવરથી વ્યસ્ત રહેતો હોય છે. તે ગંજીવાડા કહેવાતા વિસ્તારમાં ભારે પેશકદમીને કારણે તે રોડ પરથી સરસઈ,મોણીયા તેમજ ખજુરીયા રોડના વિસ્તારમાં ખેતીવાડી ધરાવતા ખેડુતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ રસ્તામાં ઘણી મોટી સંખ્યામાં પેશકદમીઓથી બિનઅધીકૃત બાંધકામો કરવામાં આવેલ છે.તો આ બિન અધિકૃત બાંધકામો સામે વિસાવદર પ્રાંત ઓફીસ,નગરપાલિકા તથા મામલતદાર ઓફીસ માં ખેડુતસમૂહે દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલ છે.આ માટે વિસાવદર પોલીસ સ્ટેશન થી નવા ટેલીફોન એક્ષચેન્જ સુધી જે આગળ સીમમાં જાય છે જે જુના સરસઈના રસ્તા તરીકે ઓળખાય છે ત્યારે તે સીમમાં ખેતીની જમીનમાં જવા આવવા તથા ખેતીના સાધનો લાવવા લઈ જવામાં ખુબ જ મોટી તકલીફ પડે છે. તેમજ અવાર નવાર અકસ્માતનો ભય રહે છે. તેમજ આ રસ્તા ઉપર શ્યામ વાડી તથા પટેલ સમાજ તથા બ્રહ્મ સમાજ તથા પી.જી.વી.સી.એલ.કચેરી આવેલ છે. આમ આ રસ્તો ટ્રાફીક વાળો રસ્તો આવેલ છે તથા બંન્ને બાજુ અવાર નવાર વાહનો ઉભા રાખી અને ટ્રાફીક જામ કરવામાં આવે છે. ખેત ઓજારો તથા વાહનો લાવવા લઈ જવામાં ઘણો મોટો સમય બગડે છે. તેથી આ રસ્તાને ખુલ્લા કરવામાટે ખેડૂતો દ્વારા આવેદપત્ર આપવામાં આવેલ હતું હવેજોવાનું એ રહ્યુંકે વહીવટી તંત્રપેસ કદમીવાળું દબાણ હટાવશે કે પછી ગૌવચર ખુલ્લું કરાવવા માટે વિસાવદર તાલુકા ના માલધારી સમાજ બે વર્ષ થયા સરકારી બાબુ ઓને અવાર નવાર રજુવાત કરતા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલ લોલીપોપ ચગળશે

રિપોર્ટમુકેશ રીબડીયા

હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.