વેરાવળનાં સામાજીક કાર્યકરનું સન્માન
ગુજરાત વિશેષ સન્માન સમારંભ ગ્લોબલ સ્કોલર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમા વિવિધ ક્ષેત્રે નિપુણ તેમજ સેવા આપતા લોકો ની નોંધ લઈ ગુજરાત વિશેષ સન્માન કરવા અમદાવાદના પાલડી ટેક્સટાઇલ હોલ ખાતે ભવ્યથી ભવ્ય રીતે ગુજરાત વિશેષ ભૂષણ પુરસ્કાર સમારંભ કલકત્તાના પદ્મશ્રી વિજેતા ડોક્ટર રવિ કુમારના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં વેરાવળના લોહાણા સમાજના સેવા ભાવી યુવા વેપારી ડોક્ટર અનિષ એન રાચ્છ ને શ્રી લોહાણા મહાજન સગપણ સમિતિ ના ઉપક્રમે સગપણ કાર્ય તેમજ પર્યાવરણ, બ્લડ ડોનેશન થેલેસમિયા અવરનેસ પ્રોગ્રામ, મીલેટ્સ અવરનેસ સેમિનાર યોજી છેલ્લા 20 વર્ષથી વિવિધ ક્ષેત્રે અનેક સંસ્થાઓ સાથે જોડાઈને સામાજિક, પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ શેત્રમા અગ્રેસર રહી સમાજ સેવા થકી ગ્લોબલ સ્કોલર ફાઉન્ડેશન દ્રારા ગુજરાત વિશેષ સંમ્માન સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે નોમિનેટ થતા તારીખ 13/05/2023 ના રોજ અમદાવાદ ખાતે સમાજ ભૂષણ પુરસ્કાર 2023 એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.
અત્રે અલખનીય છે કે અગાઉ અનેક સેવાકીય પ્રવૃતિઓ અને કોવિડ-19 માટે 2020 માં ડોક્ટરેડ ની પદવી મેળવી વેરાવળ લોહાણા સમાજ તેમજ ગીર સોમનાથ નું ગૌરવ વધારેલ અને હાલ ભૂષણ પુરસ્કાર 2023 થી સન્માનિત થતા દરેક સમાજના આગેવાનો તરફથી શુભકામના પાઠવવામાં આવેલ હોવાનું મુકેશભાઈ ચોલેરાની એક યાદીમાં જણાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.