કર્ણાટકમાં ભાજપને જોર કા ઝાડકા ધીરે સે બજરંગ બલી ની ગદા ભાજપના માથા ઉપર પડી મોદી અમિત શાહ ની હાર. જયરાજસિંહ મોરી
દક્ષિણનું એકમાત્ર રાજ્ય કર્ણાટક પણ ભાજપના હાથમાંથી સરકી ગયું : હવે ૨૦૨૪ નો લોકસભાનો ચૂંટણી જંગ રોચક બનશે, નફરતની બજારમાં પ્રેમની જીત થઈ છે - જયરાજસિંહ મોરી
કર્ણાટકમાં કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો છે અને તે સત્તા તરફ આગળ વધી રહી છે કુલ ૨૨૪ વિધાનસભામાંથી બહુમત માટે જરૂરી ૧૧૩ નો આંકડો પણ કોંગ્રેસ વટાવી ચૂકી છે અને હાલ મત ગણતરી ચાલી રહી છે. કર્ણાટક પણ ભાજપના હાથ માંથી સરકી ગયું છે ત્યારે વિપક્ષોને હવે એક થવાનો મોકો મળી જશે . કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ જીત બાદ કોંગ્રેસના નેતાઓમાં જેમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. ભાજપ ઉપર વિપક્ષના નેતાઓ શાબ્દિક હમલા કરી રહ્યા છે જેમાં ગુજરાત કોંગ્રેસના યુવા નેતા જયરાજસિંહ મોરીએ કહ્યું કે , બજરંગબલીની ગદા ભાજપના માથા ઉપર પડી છે, આ મોદી અને અમિત શાહની હાર છે. વધુમાં જયરાજસિંહે કહ્યું કે કર્ણાટકમાં ભાજપને જીતનો વિશ્વાસ હતો પણ હવે તેણે સત્તાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ ગઈ છે. કર્ણાટકનો ચૂંટણી જંગ રોચક બન્યો હતો અને બજરંગબલીનો વિવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો હતો. કર્ણાટકમાં ભાજપની હાર બાદ વિપક્ષના નેતાઓને શાબ્દિક હૂમલા કરવાનો મોકો મળી ગયો છે જ્યરાજસિંહ વધુ ટોળો મારતા કહ્યું કે ભગવાન બજરંગબલી ભાજપથી નારાજ હતા. કર્ણાટકમાં ૧૯૮૫ પછી સત્તામાં રહેલી પાર્ટી ફરી સરકાર બનાવી શકી નથી એ પરંપરા યથાવત રહી છે અને ભાજપ ૩૮ વર્ષની પરંપરા તોડી શક્યો નથી પરિણામો જોઈ જયરાજસિંહ ભાવુકતા સાથે કહ્યું કે નફરતની બજારમાં પ્રેમની જીત થઈ છે અને ભારતીય નાગરિકો એ પુરવાર કરી બતાવ્યું છે કે ભારત એ એકતા અને ભાઈચારાની પરંપરા થી ચાલનારો દેશ છે, નફરત અને સાંપ્રદાયિક વૈમનસ્ય ની રાજનીતિ અહીં લાંબો સમય ચાલી શકે નહીં. પ્રભુ શ્રી રામ અને મહાત્મા ગાંધીજી ના "વસુધેવ કુંટુંબકમ" આદર્શો માં માનનારા લોકો પર અંગ્રેજો ની ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ હવે ચાલી શકે એમ નથી. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.