ઘાંટવડ ગામની કૃખ્યાત ચોર મંડળીને મુદામાલ સાથે ઝડપી પાડતી SOG ગીર સોમનાથ પોલીસ
કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ માં તારીખ ૩૦/૪/૨૦૨૩ નાં રોજ ખેડૂની વાડીએ થી ચોરી થય હતી જેમાં પાણી ની મોટર સર્વિસ વાયર કાતર અને ફ્યુઝ તથા અન્ય બે જગ્યા એ થી ૩૦ થેલી સિમેન્ટ અને પાણી ની મોટર અને છાછર નાં એક ખેડુત ની પાણીની મોટર ની પણ ઉઠાતરી કરવામાં આવી હતી તે ઘાટવડ ગામના ક્રુખ્યાત ચાર આરોપી ઓ ને ગીર સોમનાથ એસ ઓ જી ટીમ અને ઘાંટવડ આઉટ પોસ્ટ ટીમ દ્વારા મુદ્દામાલ પકડી ખુબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ તા.૧૨/૦૫/૨૦૨૩ ના એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ કોડીનાર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન સાથેના એ.એસ.આઇ. લખમણભાઇ મેતા તથા ઇબ્રાહીમશા બાનવા તથા પો, હેડ કોન્સ કમલેશભાઇ પીઠીયા તથા પો.કોન્સ મેહલસિંહ પરમારને સંયુકતમાં મળેલ ચોકકસ બાતમી હકિકત આધારે ઘાટવડ ગામે કોકન નામે ઓળખાતી સીમમાંથી (૧) દીલીપભાઇ લાખાભાઇ લાલકીયા, દરબાર ઉવ.૨૨, તથા (૨) પ્રદીપભાઇ હરીભાઇ મકવાણા, દરબાર, ઉવ.૨૨ તથા (૩) કેવલભાઇ હામભાઇ મકવાણા, દરબાર, ઉવ.૨૧ તથા (૪) રૂપસંગ ભાવુભાઇ મકવાણા, દરબાર, ઉવ.૧૯ રહે ચારેય ઘાટવડ ગામ તા.કોડીનાર જી,ગીરસોમનાથ વાળાઓએ રાત્રીના અલગ અલગ સમયે પોતાની મોટર સાયકલો મારફત (૧) અંબુજા સીમેન્ટની થેલીઓ-૨૫ કી.રૂ.૧૦૦૦૦/- (૨) કાળા કલરનો પ્લાસ્ટીકનો પાઇપ આ ૧૦૦ ફુટ કી.રૂ.૨૫૦૦/- (૩) કાળા કલરનો રસ્તો આ ૧૦૦ ફુટ કી.રૂ.૧૦૦૦/- (૪) સફેદ કલરનો રસ્સો આ.૭૦ ફુટ કી.રૂ.૭૦૦/- (૫) કાળા કલરની રસની નળી આ.૧૦૦ ફુટ કી.રૂ.૫૦૦/- (૬) કાળા કલરનો સર્વિસ વાયર આશરે 30 ફુટ કી.રૂ.૩૦૦/- (૭) કાળા કલરની પટ્ટી સર્વિસ વાયર આ.૪૦ ફુટ કી.રૂ.૧૨૦૦/- (૮) ઇલેકટ્રી મોટરનુ મેન સ્ટ્રાટર લાકડાની પટ્ટીમાં ૩-યુઝ સાથે કી.રૂ.૧૦૦૦/- (૯) સીંગલ કેન સ્ટાટર-૧ કી.રૂ. ૫૦૦/- (૧૦) પાણીની મોટર-૧ કી.રૂ.૩૦૦૦/- (૧૧) ઓપનવેલ સબમરસીબલ મોટર-૧ સર્વિસ વાયર સાથે કી.રૂ.૧૫૦૦૦/- (૧૨) વીશ્વમેઘ કંપનીની ઓપનવેલ સબમરસીબલ મોટર-૧ કી.રૂ. ૧૫૦૦૦/- (૧૩) સબમરસીબલ ૧૨ મીટર વાયર સાથેની સ્ટીલ બોડી પાણીની મોટર-૧ કી.રૂ.૨૫૦૦/- તથા (૧૪) સબમર્સીબલ સ્ટીલ બોડી પાણીની મોટર-૧ કી.રૂ.૧૫૦૦/- મળી કુલ કી.રૂ.૫૪૭૦૦/- નો મુદામાલ તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ મો.સા. નંગ-૦૪ કી.રૂ.૧,૦૦,૦૦૦/ તથા મોબાઇલ ફોન નંગ-૦૪ કી.રૂ.૨૦,૦૦૦/ મળી કુલ કી.રૂ.૫.૭૪,૭૦૦/ ના મુદ્દમાલ કબ્જે કરી મજકુર ચારેય વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી તેમજ આરોપી દીલીપભાઇ લાખાભાઇ લાલકીયા વિરૂધ્ધ અગાઉ ચોરી અને ઘરફોડ ચોરીના કોડીનાર પો.સ્ટે. ચોરી ગુનાઓ રજી. થયેલ હોય જે ચોરીના રીઢા ગુનેગારને ઉપરોક્ત મુદમાલ સાથે પકડી કોડીનાર પો.સ્ટે. ગુ.ન.૩૦૭૦૦/૨૦૨૩ મુજબનો ચોરીનો અટડીટેકટ ગુનો શોધી કાઢેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.