માધાપર ચોકડીએ આજથી મુખ્ય ચોક ખુલ્લો થશે, 4 માસ બાદ ફરી બંધ કરાશે
અન્ડરબ્રિજનું કામ ચાલુ ન થાય ત્યાં સુધી રોડ ખુલ્લો રાખવા આદેશ કરાયો
રાજકોટ શહેરમાં માધાપર ચોકડીએ ઓવરબ્રિજનું કામ ચાલુ છે અને અન્ડરબ્રિજ પણ બનવાનો છે. આ માટે હાલ ચોક બંધ કરી દેવાયો છે જેથી મોરબી રોડ અને 150 ફૂટ રિંગ રોડ પરનો ટ્રાફિક બંધ છે. જો કે હવે આ ચોક ફરીથી ખોલવા માટે કલેક્ટરે આદેશ આપ્યો છે. માધાપર ચોકડીએ ઓવરબ્રિજનું કામ આખરી તબક્કામાં પહોંચ્યું છે અને એકાદ મહિનામાં બ્રિજના લોકાર્પણની તૈયારી શરૂ થઈ જશે. ઓવરબ્રિજ શરૂ થાય એટલે અન્ડરબ્રિજનું પણ કામ ચાલુ કરવાનું છે. આ જ કારણે જાહેરનામુ બહાર પાડીને માધાપર ચોકમાં ટ્રાફિક બંધ કરી દેવાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.