ગુજરાતમાં ડીસેમ્બર સુધીમાં પ્રિ-પેઇડ સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લાગી જશે. - At This Time

ગુજરાતમાં ડીસેમ્બર સુધીમાં પ્રિ-પેઇડ સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લાગી જશે.


ગુજરાતમાં ડીસેમ્બર સુધીમાં પ્રિ-પેઇડ સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લાગી જશે.

પ્રથમ તબક્કામાં તમામ સરકારી વિભાગો, કચેરીઓ, બોર્ડ -નિગમો, સ્વાયત્ત સંસ્થાઓમાં પ્રિ-પેઇડ ઇલેકટ્રીક મીટર લગાવાશે, સૌરાષ્ટ્રથી શરૂઆત થવાની સંભાવના
ભારત સરકારે વીજળીમાં થતી ચોરી, વીજ વિતરણ વખતે થતુ વીજ-પ્રવહન નુકસાનને કારણે વીજ કંપનીઓને થતા આર્થિક નુકસાનને રોકવા માટે આખા દેશમાં રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેકટર
સ્ક્રીમ અમલમાં મૂકી છે. જેના અંતર્ગત દેશના તમામ રાજયોમાં રહેણાક કે કોમર્શીયલ હેતુ માટેના વીજ મીટરને તાકીદના ધોરણે બદલીને પ્રિપેઇડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર લગાવાશે. ગુજરાતમાં આ યોજનાને અમલમાં મૂકવા માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. જેને ડિસેમ્બર- ૨૦૨૩ સુધીમાં લગભગ પૂરી કરી દેવાશે.ગુજરાતમાં આ યોજનાના અમલ બાદ, વીજ- વપરાશ માટેના માસિક કે બે માસિક બીલ નહીં આવે પણ, દર કે વીજ-ગ્રાહકે હાલ તેઓ જોમ તેમના પ્રિ-પેઈડ મોબાઈલ ફોન રિચાર્જ કરાવે છે અને મોબાઈલ ફોનનો ચાર્જંગ પૂરો થઈ ગયા બાદ મોબાઈલ ફોન બંધ થઈ જાય છે. તે રીતે જ હવેથી આ નવા પ્રિ-પેઈડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર લગાવાયા બાદ દરેક વીજ-ગ્રાહકોએ તેમના વીજ મીટર રિચાર્જ કરાવવા પડશે.રિયાર્જ પૂરો થાય કે ફરીથી રિચાર્જ કરાવવો પડશે.

એક જાણકારી મુજબ વીજ વિતરણ કંપનીએ ગુજરાતમાં પ્રિ- પેઈડ સ્માર્ટ ઈલેકટ્રીક મીટર લગાવવા માટેનો એક માસ્ટર પ્લાન તૈયાર કરીને ભારત સરકારના ઉર્જા મંત્રાલય સમક્ષ રજુ કર્યો હતો જેના અનુસંધાને અંદાજે રૂપિયા ૧૬,૬૦૦ કરોડના પ્રોજેકટને મંજૂરી મળી છે. ગુજરાત સરકારે પણ તેને લીલીઝંડી આપી દીધી છે. તે મુજબ ગુજરાતની ચારેય વીજ કંપનીઓના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં કુલ ૧,૬૪,૮૧,૮૭૧ જેટલા પ્રિ-પેઇડ સ્માર્ટ ઇલેકિટ્રક મીટર લગાવાશો. આ માટ પ્રાથમિક તબક્કે આશરે કુલ રૂા.૧૦,૪૪૩ કરોડનો ખર્ચ અંદાજાયો છે.હાલ, ડિસ્કોમ દ્વારા મંજૂર સ્માર્ટ મીટ રીંગના કામોની ટેન્ડીંગ અને એવોર્ડની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે.તબક્કામાં રાજય સરકારના તમામ વિભાગો- કચેરીઓ, બોર્ડ નિગમોની કચેરીઓ, સ્વાયત્ત સંસ્થાઓમાં પ્રિ-પેઈડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર લગાવાશે. તેના રિપોર્ટ અને તેની સફળતાના આધારે રાજયના તમામ ઝોન હેઠળ આવતાં જિલ્લાઓમાં પણ યોજનાનો અમલ કરાશે.સંભવતઃ સોરાષ્ટ્રોનમાં સૌપ્રથમ આ યોજનાનો અમલ થશે. જેમાં જામનગર અને રાજકોટ જિલ્લામાં તો, આ માટેના સર્વેની કામગીરી પણ પૂરી કરી દેવાઈ છે.પ્રથમ તબક્કામાં ડિસેમ્બર-૨૦૨૩ સુધીના નિર્ધારિત સમય મર્યાદા મુજબ, સ્થાપિત પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર માટે વધારાના પ્રોત્સાહનો આપીને વીજ ગ્રાહકોને પ્રોત્સાહનો અપાશે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.