માળીયા હાટીના મામલતદાર ઓફીસ કોર્ટની સામે બનાવવા ભારતીય કિસાન સંઘના ટેકામાં ભાજપના આગેવાનોએ આપ્યું આવેદન પત્ર
નવી મામલતદાર ઓફિસ બનાવવાને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો શા માટે મૌન ?
નવી મામલતદાર ઓફીસ ક્યાં અને ક્યારે બનશે ?
માળીયા હાટીના માં વર્ષો જૂનો પ્રશ્ન માળીયા હાટીના મામલતદાર ઓફીસ ઘણા સમયથી બહાર લઈ જવાની હિલચાલ શરૂ થઈ ત્યારથી ભાજપ માં ક્યાંક ને ક્યાંક અંદર ખાને વિરોધ થઈ રહ્યો છે પરંતુ ભાજપનું એક જૂથ
હિતરક્ષક સમિતિના નેહજા હેઠળ ભાજપના આગેવાન મહેન્દ્રભાઈ ગાંધી, હમીરસિંહ સીસોદીયા અને માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયાની આગેવાની હેઠળ હાલની જૂની જગ્યા પર મામલતદાર ઓફીસ બનાવવા આવેદન પત્ર પાઠવ્યું હતું
બીજી તરફ ભાજપના આગેવાન ભારતીય કિસાન સંઘના નહેજા હેઠળ માળીયા હાટીના તાલુકા મથકે મામલતદાર કચેરી નવી આધુનિક બિલ્ડીંગ બનાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે . આ નવી આધુનિક બિલ્ડીંગ માળિયા ગામ ની બહાર રોડ કાંઠે બનાવવા ભારતીય કિસાન સંઘ દ્વારા ખાસ માંગણી કરી છે
હાલની જૂની મામલતદાર કચેરી ગામની અંદર છે જે હાલની સ્થિતિ એ ખુબ જ જર્જરિત હાલત માં છે, તેમજ આ જગ્યા ખુબ જ ટૂંકી છે અને આવવા-જવા ના રસ્તા ખુબ જ સાંકળા છે તેથી વાહનો પાર્કિંગ કરવામાં તેમજ મોટા વાહનો લઇ આવવામાં ખુબ જ મુશ્કેલી થાય છે.
આધુનિક નવું બિલ્ડીંગ આવનાર ૫૦ વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવાની હોય અને આવનાર સમય માં વાહનો ની સંખ્યા ખુબ જ વધી રહી હોય તથા સરકારશ્રી ની નીતિ વિકાસ તરફ ની હોય જો આ કચેરી ગામ ની બહાર બનાવવામાં આવે તો માળિયા હાટીના ગામનો વિકાસ થઈ શકે તેમ છે તેમજ લોકોને પડતી મુશ્કેલી ઓ દૂર થઈ શકે તેમ છે.
તદઉપરાંત માળિયા તાલુકાની અન્ય કચેરીઓ જેવી કે, (1) પી.જી.વી.સી.એલ. કચેરી, (2) RRFO કચેરી, (3) ન્યાય મંદિર, (4) આઈ.આર.ડી. શાખા , (5) B.S.N.. ઓફીસ, (6) માળિયા માર્કેટિંગ યાર્ડ (7) આઈ.ટી.આઈ. કોલેજ - વગેરે. ગામની બહાર આવેલી છે . તેથી આ મામલતદાર કચેરી પણ નવી અને આધુનિક વિશાળ જગ્યામાં ગામની બહાર તાત્કાલિક વહેલાસર બનાવવા માં આવે તેવી ભારતીય કિસાન સંઘ પ્રમુખ જે.કે.કાગડા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવીયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મુળુભાઈ જુનજીયા, માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા, માળીયા હાટીના ઉપ સરપંચ ચકાભાઈ ભૂત, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ રણજીત યાદવ સહિત ગ્રામજનો અને ખેડૂતોની ખાસ માંગણીની રજુઆત માળીયા હાટીના નાયબ મામલતદાર બાબુભાઇ ભલગરીયાને લેખિતમાં રજુઆત કરતા હાલ ભાજપમાં ને ભાજપમાં રાજકીય માહોલ ગરમાયો છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.