ડિવિઝનલ રેલ્વે મેનેજરે ભાવનગર રેલ્વે મંડળના બે કર્મચારીઓને “ડીઆરએમ સેફ્ટી એવોર્ડ” એનાયત કર્યો
ડિવિઝનલ રેલ્વે મેનેજરે ભાવનગર રેલ્વે મંડળના બે કર્મચારીઓને "ડીઆરએમ સેફ્ટી એવોર્ડ" એનાયત કર્યો
પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી મનોજ ગોયલે એપ્રિલ-2023 દરમિયાન ફરજમાં કર્મચારીઓની તકેદારી અને અનિચ્છનીય બનાવ નિવારવામાં યોગદાનની પ્રશંસા કરતાં ભાવનગર ડિવિઝનના 2 કર્મચારીઓને "DRM સેફ્ટી એવોર્ડ" એનાયત કર્યો. ડિવિઝનલ રેલ્વે મેનેજર દ્વારા 11 મે, 2023 (ગુરુવાર) ના રોજ ડીવીઝનલ રેલ્વે મેનેજર - ભાવનગર પરાની ઓફિસ ખાતે અભિનવ જેફ, વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધકની હાજરીમાં પાત્ર કર્મચારીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલ, પ્રવીણ મીણા (પી. મેઈન-ઉજલવાવ) અને ધીરુભાઈ રૂપાભાઈ ગલાણી (પી. મેઈન-ધોલા જં.)નું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ “DRM સેફ્ટી એવોર્ડ” એનાયત કરાયેલા કર્મચારીઓએ રેલ્વે સંરક્ષામાં ખામી શોધીને તાત્કાલિક યોગ્ય પગલાં લઈને અણધારી ઘટના અને સંભવિત નુકસાનથી રેલવેને બચાવ્યા છે. ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ કર્મચારીઓને અભિનંદન અને વખાણ કર્યા હતા અને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ કાર્ય કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.