બોટાદ જિલ્લાના દેવગણા ગામે આસોપાલવના તોરણ બાંધી, રીબીન - ફુગ્ગાઓથી ઘર સજાવી ગૃહ પ્રવેશ કરતા લાભાર્થી - At This Time

બોટાદ જિલ્લાના દેવગણા ગામે આસોપાલવના તોરણ બાંધી, રીબીન – ફુગ્ગાઓથી ઘર સજાવી ગૃહ પ્રવેશ કરતા લાભાર્થી


બોટાદ જિલ્લામાં ૭૧ ગામમાં ૯૭ આવાસનું લોકાર્પણ અને ૧૨૫ આવાસો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

બોટાદ જિલ્લાના દેવગણા ગામે આસોપાલવના તોરણ બાંધી, રીબીન - ફુગ્ગાઓથી ઘર સજાવી ગૃહ પ્રવેશ કરતા લાભાર્થી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી) આવાસનો ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કાર્યક્રમ અન્વયે બોટાદ જિલ્લામાં ૭૧ ગામમાં ૯૭ આવાસનું લોકાર્પણ અને ૧૨૫ આવાસો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુંબોટાદ જિલ્લાના દેવગણા ખાતે તાલુકા સદસ્યશ્રી અને જિલ્લા સદસ્યશ્રીની ઉપસ્થિતિમાં લાભાર્થીના આવાસનું લોકાર્પણ કરાયું હતું. પરિવારની દીકરીના હસ્તે રીબીન કાપી ગૃહપ્રવેશ કરવામાં આવ્યો હતો. આસોપાલવના તોરણ બાંધી, રીબીન - ફુગ્ગાઓથી ઘર સજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પ્રભાત ફેરી, યોગ વંદના, જાહેર અને ધાર્મિક સ્થળે સામૂહિક સફાઈ, રંગોલી સ્પર્ધા, વૃક્ષારોપણ, વાનગી સ્પર્ધા તથા આરોગ્ય તપાસણી જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.