મહીસાગર બાલાસિનોરમાં મિનરલ વૉટરમાં નાઈટ્રોજન વપરાતું હોવાની લોકમુખી ચર્ચા
લગ્નસરાની સિઝનમાં તાલુકાની પ્રજાના આરોગ્ય સાથે ચેડા પાણીના પ્લાન્ટો પર તપાસ કરાય તો અનેક ગોલમાલ બહાર આવી શકે
હાલ લગ્નની સીઝન પૂરબહારમાં શરૂ છે ત્યારે બાલાસિનોર તાલુકામાં પીવાના પાણીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ પાણીને લાંબોસમય ઠંડું રાખવા માટે નાઈટ્રોજનનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી જાહેર પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનું જાણવા મળ્યું છે.
બાલાસિનોર તાલુકામાં પીવાના પાણીનો વ્યવસાય હાલ ધમધોકાર ચાલી રહ્યો છે ત્યારે વીસ લીટર જગ સાથે ૪૦ લીટર પાણીના જગ લગ્ન સીઝન અને દુકાન અને વ્યવસાયના સ્થળે પાણી ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે હાલ પીવાના પાણીના જગમાં પાણી વધુ પડતું ઠંડુ રાખવા માટે નાઇટ્રોજન
ઉપયોગ વધુ પડતાં પ્રમાણમાં કરવામાં આવતો હોવાની વાત વહેતી થઈ છે ત્યારે આવા પાણીના પ્લાન્ટો પર તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો અનેક ગોલમાલ બહાર આવી શકે તેમ છે.
આ બાબતે જાગૃત નાગરિક વિનયભાઈ પટેલે જણાવ્યું હતું કે, પાણીનો જગ પ્લાન્ટ પરથી આવે ત્યારે આ પાણી બીજા દિવસ સુધી ઠંડુ રહે છે એટલે કે તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ હોય તો જ શક્ય છે જ્યારે આવા નાઈટ્રોજન પાણીમાં મેળવનાર પ્લાન્ટ સામે કાર્યવાહી થવી જોઈએ.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનો9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.