શ્રી સરધાર ધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર આયોજિત 87 મો શ્રી હરિકૃષ્ણ મહારાજનો તથા 27 મો શ્રી રાધાકૃષ્ણદેવ નો વાર્ષિક પાટોત્સવ અંતર્ગત “શ્રી હરી લીલામૃત કથા પારાયણ”બોટાદ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત કરવામાં આવેલ
બોટાદ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે સદગુરુ શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શનથી વક્તા પૂજ્ય સ્વામી પૂર્ણ સ્વરૂપદાસજીની રસાળ શૈલીમાં શ્રી હરીલીલામૃત કથા પારાયણનું આયોજન કરવામાં આવેલ. જેમાં મહંત શ્રીરંગદાસજી સ્વામી તથા કોઠારી સ્વામી ગુણનિદાનસ્વામી અને સર્વે ટ્રસ્ટી મંડળ તથા યજમાન શ્રી નવીનભાઈ, યશવંતભાઈ,જયેશભાઈ,ભરતભાઈ તથા વડોદરિયા પરિવાર અને દેવાંગભાઈ અને સિદ્ધાર્થભાઈ પરીખ પરિવાર દ્વારા કથાનું સરસ આયોજન કરવામાં આવેલ.જેમાં બોટાદની ધર્મપ્રેમી જનતાએ ખૂબ જ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.આશરે 200 વર્ષ પહેલા શ્રીજી મહારાજ જ્યારે બોટાદ પધાર્યા હતા,તેવું જ એકદમ દ્રશ્ય અદભુત,આબેહૂબ,ભગવાનની શોભાયાત્રા આયોજન કરવામાં આવેલ. જેમાં હમીર ખાચર, દાહા ખાચર, માત્રા ધાંધલ,ભગા દોશી,ના પાત્રો બનાવી,સંત મંડળ તથા સર્વે હરિભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધેલ.અને રાસઉત્સવનો પણ લાભ લીધેલ. આ પ્રસંગે ગઢડા ચેરમેન શ્રી હરિ જીવનદાસજી સ્વામી,બોટાદ ગુરુકુળથી આનંદ સ્વામી તથા લોયાથી કોઠારી સ્વામી તથા ભજન સ્વામી ઉપસ્થિત રહેલ.
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.