રેસકોર્સ ખાતે વૈશ્વિક કક્ષાનો ભવ્યાતીત ભવ્ય તા. ૨૪ થી ૨૮ ગૌ ટેક-૨૦૨૩ માટે ભૂમીપૂજન અને ગૌ ગાયત્રી યજ્ઞ યોજાયો - At This Time

રેસકોર્સ ખાતે વૈશ્વિક કક્ષાનો ભવ્યાતીત ભવ્ય તા. ૨૪ થી ૨૮ ગૌ ટેક-૨૦૨૩ માટે ભૂમીપૂજન અને ગૌ ગાયત્રી યજ્ઞ યોજાયો


                                                          

 
રાજકોટ રેસકોર્સ ખાતે વૈશ્વિક કક્ષાનો ભવ્યાતીત ભવ્ય તા. ૨૪ થી ૨૮ ગૌ ટેક-૨૦૨૩ માટે ભૂમીપૂજન અને ગૌ ગાયત્રી યજ્ઞ યોજાયો
ગુજરાતના પૂર્વ પશુ પાલન મંત્રી દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે ભૂમિપૂજન તેમજ પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા , પ્રદીપભાઈ ડવ, કમલેશ ભાઈ મીરાણી, નરેન્દ્ર ભાઈ દવે, રમેશ ભાઈ ટિલારા, ડો. દર્શિતા બેન શાહ, લાખાભાઇ સાગઠીયા, શૈલેષ ભાઈ ઠાકર, ડો. જીતેન્દ્ર ભાઈ અમલાણી, રાજુભાઈ ધ્રુવ, , જ્યોતીન્દ્ર મામા, કિશોરભાઈ રાઠોડ, ચેતનભાઈ રામાણી સહિતનાં આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગૌ માતા એ ભારતીય સંસ્કૃતિમાં એક આગવું અનેરૂ મહત્વ છે ભારતીય સંસ્કૃતિમાં ગાયને એક ઢોર નહીં, પરંતુ આપણી માતાનો દરજ્જો આપીને તેનું પૂજન અને જતન કરવામાં આવે છે ગૌમાતા , ગૌ સંવર્ધન , ગૌ આધારિત પ્રોડક્ટ , ગો આધારિત ડેરી ઉદ્યોગ માટેની વિસ્તૃતમાં જાણકારી અને તેમાં જાગૃતતા લાવવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા અને ગ્લોબલ કોનફેડરેશન ઓફ કાઉ બ્સેડ ઇન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઈ) દ્વારા રાજકોટમાં પ્રથમવાર તા.૨૪/૫ થી ૨૮/૫ સુધી વૈશ્વિક કક્ષાનો ૨૦૨૩ના મેળાના ભવ્યાતીત ભવ્ય આયોજનના ભાગરૂપે આજ રોજ રાજકોટના ઐતિહાસિક રેસકોસ મેદાન ખાતે પૂર્વ પશુપાલન મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી, મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહજી ચુડાસમા, ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ, રમેશ ભાઇ ટીલારા, મેયર પ્રદીપ ડવ,ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, કમલેશ મીરાણી, યજ્ઞમાં યજમાન તરીકે હંસરાજભાઇ ગજેરા તેમજ શ્રીમતી નિર્મળાબેન હંસરાજભાઈ ગજેરાએ ગૌ પૂજનનો લાભ લીધો હતો.આ પ્રસંગે જ્યોતીન્દ્રભાઈ મહેતા (મામા) લાખાભાઇ સાગઠીયા, શૈલેષ ભાઈ ઠાકર, ડો. જીતેન્દ્ર ભાઈ અમલાની, રાજુભાઈ ધ્રુવ, કલ્પક ભાઈ મણિયાર, વી. પી. વૈષ્ણવ, નરેન્દ્ર ભાઈ દવે, મનીષભાઈ ચાંગેલા,મુકેશભાઈ દોશી, અનુપમભાઈ દોશી, સ્મિતભાઈ વોરા, વિજયભાઈ કાર્યાં, સુરેશભાઈ પરમાર, બિપીનભાઈ અઢિયા, જસુબેન જસાણી, અતુલભાઈ પંડિત, નરેન્દ્રભાઈ પોપટ, ભાવનાબેન મંડલી, દિલ્લીથી મોનિકાબેન અરોરા, કોર્પોરેટર ડૉ. દર્શનાબેન પંડ્યા, જયેશભાઈ ઉપાધ્યાય,   શૈલેષ ભાઇ ઠાકર, દિનેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધી, માધવ ભાઇ દવે, કિશોર ભાઇ મુંગલ્પરા, ગિરીશભાઈ દેવળિયા, દીપકભાઈ પટેલ, ગિરીશ ભાઈ ભટ્ટ, અતુલભાઈ ગોંડલિયા, વસંતભાઇ લિંબાસિયા, કિરણ બેન પટેલ, બિહારીભાઈ ગઢવી, ગુણુભાઇ દેલાવાળા, મનસુખભાઇ પટેલ, રમેશભાઇ કોઠારી, અરુણ ભાઈ નિર્મળ, જીમીભાઈ અડવાણી, શાંતુભાઈ રૂપારેલીયા, ચમનભાઈ સિંધવ, સુભાષભાઈ સાવલિયા, કિશનભાઈ ટીલાળા, જયેશભાઇ ઉપાધ્યાય, ગાયત્રી મંડળ ના પિનાકીનભાઇ રાજ્યગુરુ, મયુર રાવલ, સિદ્ધપુરાભાઇ, હરીશભાઇ રાજ્યગુરુ, પરષોત્તમભાઇ કમાણી, ચંદ્રેશભાઈ પટેલ, મનીષભાઈ ભટ્ટ, યોગેશભાઈ પાંચાણી, દિલીપભાઈ સખિયા, દિનેશભાઈ પટેલ, અજીતભાઈ ભીમજીયાણી, હરેશભાઈ કાનાણી, નીલેશભાઈ શાહ, રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ડૉ. આત્મન કથીરિયા, અરવિંદભાઈ વોરા, નટુભાઈ ચૌહાણ, ભાસ્કરભાઈ પારેખ, પૂજાબેન પટેલ, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના મિત્તલભાઇ ખેતાણી, પ્રતીકભાઇ સંઘાણી, ધીરેન્દ્રભાઇ કાનાબાર,રમેશભાઇ ઠક્કર ડો. રાજેન્દ્રભાઇ ત્રિવેદી, ડો. અરવિંદ ભાઈ ભટ્ટ, રમેશભાઇ રૂપારેલિયા, કાંતાબેન કથીરીયા નયનાબેન પેઢડિયા, નયનાબેન મકવાણા સહીત ના ગૌ પ્રેમીઓ અને શહેર ના શ્રેષ્ઠીઓ, સાધુ- સંતો ઉદ્યોગપતિઓ, ડોક્ટર વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દિલીપ સંઘાણીએ જણાવ્યું હતુ કે ગૌ માતા એ પશુ નહિ ગૌ ધન તરીકે ઓળખાય એ સાચું છે ગૌ માતા ધાર્મિક દૃષ્ટિએ જન્મથી મરણ સુધી આપડે પૂજન કરીએ છે આ તકે મોરારી બાપુ નુ પ્રસંગ તાકતા કહ્યું હતુ કે સેવા ને પૂજા મા ઘણો ફરક છે સેવા કરવી એ પ્રત્યક્ષ છે અને તે કાળજી પૂર્વક કરાતી હોય છે જ્યારે પૂજાને સેવા ને રૂપે લઈને કરતા હોય છે.

બ્રાઝિલ મા ગૌ માતાનું ઇકોનોમિક ની દ્રષ્ટિ એ મહત્વ હોય છે અને ત્યા ગૌ આધારિત પ્રોડક્ટનું મહત્વ રહેલું છે.આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એ જણાવ્યું હતું કે ગૌ ટેક 2023 એ વૈશ્વિક મેળો બની રહેશે 500-1000 વર્ષ સુધી યાદ કરતા રહેશે વિશ્વ નુ કોઈ પણ પ્રાણી માનવ જાત ને ઉપયોગી હોય છે. ખાસ કરીને ગૌ માતા વિશેષ રૂપે એનું ગૌ મૂત્ર ગોબર સહીત અનેક પ્રોડક્ટ ઉપયોગી હોઈ છે આ પ્રોડક્ટ દ્વારા કેન્સર જેવા જટિલ રોગ સહીત અનેક રોગો મા ઉપયોગી થતા હોય છે કોરોના કાળ મા જે લોકો ગૌ આસપાસ રહેલા છે ગૌ સેવા કરેલી છે તેવા લોકોને કોરોના થયો નથી તેવુ રિસર્ચ મા જાણવા મળેલું છે

આ પ્રસંગે પ્રદીપ ભાઇ ડવ એ જણાવ્યું હતું કે ગૌ ટેક મેળા થકી લોકોને નવું સિખવા અને જાણવા મળશે ગાય ને વધુ સુવિધા પ્રાપ્ત થશે ગૌ પ્રોડક્ટ નુ વેચાણ મા વધારો થશે અને લોકો ગાયો ને રખડતી ભટકતી રાખવાને બદલે ગાયો ને ઘરે બાંધવાની જાગૃકતા આવશે ગ્લોબલ સમય મા રોગો નુ પ્રમાણ ખૂબ વધી રહ્યું છે જે લોકો નેચર સાથે જોડાયેલ છે તે કોઈ દિવસ બીમાર પડ્યા નથી.

આ પ્રસંગે ડો. વલ્લભભાઇ કથીરીયા એ જણાવ્યું હતું કે હાલ મા અમૃત કાળ મહોત્સવ ચાલી રહ્યો છે મા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નુ સ્વપ્ન છે કે ગૌ થકી દેશ મા સુખ સમૃદ્ધિ અને સ્વાવલંબન બને તેવો તેમનો ઉદ્દેશ છે વધુ મા કહ્યું હતું કે હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી દેવ પૂજા કે યજ્ઞોમાં ગાયને પવિત્ર ગૌ ધન માનવામાં આવે છે. ભારતીય પરંપરાના ચાર પાયા, ગીતા, ગંગા, ગાયત્રી મંત્ર અને ગાય છે. ગૌમૂત્ર કે છાણને પણ ગાયની દહીં, દૂધ, ઘીની સમકક્ષ દરજ્જો આપી અહીં ધાર્મિક રીતે પવિત્ર પંચગવ્ય ગણવામાં આવે છે. ગાય ધાર્મિક તરીકે નહિ પરંતુ ગૌ ધન તરીકે આપડે એને જાણીએ અને પૂજીએ ગાય પૂરક નહિ પણ મુખ્ય વિષય તરીકે આવી શકે ગૌ માતા પર્યાવરણ તરીકે પણ ઉપયોગી છે.

આ ગૌ ટેક મેળો મા આશરે 300 સ્ટોલ અને સંપૂર્ણ સુવિધા જેવી કે એર કન્ડીશન ન સ્ટોલ બનાવવામાં આવશે ગ્રામ્ય વિકાસ સાથે ગાયો જોડાયેલી રહેશે તેમજ સેમિનાર ના ડોમ રહેશે અને ગાય સાથે સેલ્ફી ,ગાય સાથે હગિંગ, ગૌ ગ્રામીણ દર્શન, B2B અને G2B મિટિંગો યોજાશે ગૌ ટુરિઝમ અને પંચગવ્ય ચિકિત્સા, સેમિનાર સહીત ના કાર્યક્રમ યોજાશે તેમજ દર રોજ રાત્રે ગૌ ડાયરો કરવામાં આવશે.જુદા જુદા રાજ્યના મુખ્યમંત્રીઓ, ગવર્નર તેમજ મંત્રી ઓ આ ગૌ ટેક 2023 ની મુલાકાત લેશે. શ્રી મિત્તલ ભાઇ ખેતાણી એ કાર્યક્રમ નુ સંચાલન અને ઉપસ્થિત મહેમાનો નુ શબ્દો થી સ્વાગત કર્યું હતું અને આભાર વિધિ દીકરા નુ ઘર વૃદ્ધાશ્રમ ના ચેરમેન શ્રી મુકેશભાઇ દોશી એ સૌ ઊપસ્થિત મહેમાનો અને ગૌ પ્રેમીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો. ગૌ ટેક 2023 નુ પ્રચાર પ્રસાર અરુણ ભાઈ નિર્મળ સંભાળી રહ્યા છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.