સોમનાથ મંદિરના 73માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી
આજ રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 73માં સ્થાપના દિવસની ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે. યુગયુગાંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે. પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લીંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવેલ હતી. આજે આ મહાન ક્ષણ ને 72 વર્ષ પૂર્ણ થયા છે.
11 મે 1951ની એ ધન્ય ક્ષણ:
વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે 73મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે. આ દિવ્ય પ્રસંગના પ્રસંગ સાક્ષી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર સાહેબે જણાવ્યું કે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિશ્રીએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે 108 તીર્થસ્થાનોના અને 7 સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પળે 101 તોપોની સલામી આપવામાં આવી હતી.
સ્થાપના દિન પર કળશ યાત્રા:
ત્યારે મંદિરના 73 માં સ્થાપના દિવસ પર મૂળ સ્થાપના દિવસની સ્મૃતિમાં પવિત્ર જળની કળશ યાત્રા યોજવામાં આવી હતી. જ્યાં માતા સરસ્વતીએ વડવાનરને સમુદ્રમાં પધરાવેલ એવા રત્નાકર સમુદ્રના ઉદધિ જળ, હિરણ, કપિલા અને સરસ્વતી જ્યાં મહાદેવના ચરણ પખાળવા સાથે મળે છે એવું ત્રિવેણી સંગમ જળ, અને શિવજીએ પોતાની જટામાં ધારણ કરેલ ગંગા જળ લાવીને બાળાઓ દ્વારા કળશ માથા પર રાખીને સોમનાથ ટ્રસ્ટ પરિવાર, તીર્થ પુરોહિતો અને ભાવિકો સાથે મંદિરમાં કળશ યાત્રા કરી હતી. ઢોલ શરણાઈ ના નાદ સાથે આ યાત્રાથી સમગ્ર તીર્થ શિવમય બન્યું હતું
દિવસ દરમિયાન પૂજન અર્ચન કાર્યક્રમો:
આજે શ્રી સોમનાથ મંદિર ના 73માં' માં સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારશ્રી ને પૂષ્પાજલી અર્પણ કરવામાં આવેલ, 73 વર્ષ પૂર્વે સવારે 9:46 એ મહાપૂજા કરવામાં આવેલ, એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગાર ની પ્રતિકૃતિ રૂપ શૃંગાર પૂજારી ગણ દ્વારા કરવામાં આવેલ હતો, આ પ્રસંગે ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, તથા ટ્રસ્ટ ના કર્મચારીઓ અને સ્થાનિક તિર્થ પુરોહિતો જોડાયા હતાં.
કેરી મનોરથ:
આજે સાંજે સોમનાથ મહાદેવ ને 220 કિલો કેરીનો મનોરથ ધરવામાં આવશે. ભગવાનને અર્પણ કરેલ કેરી વિવિધ દિવ્યાંગ સંસ્થાઓમાં સોમનાથ ટ્રસ્ટ પોતે પહોંચાડશે અને દિવ્યાંગ જનો સોમનાથ મહાદેવનો કૃપા પ્રસાદ આરોગે એ સુનિશ્ચિત કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.