બોટાદના ગઢડા તાલુકાના નાગલપર ગામના ઝાલા પરિવારનું પાકા ઘરમાં રહેવાનું સ્વપ્ન થયું પૂર્ણ
સરકારના સંગાથે સ્વપ્નો થયા સાકાર....પાકા આવાસો બન્યા અનેક પરિવારોના આધાર
બોટાદના ગઢડા તાલુકાના નાગલપર ગામના ઝાલા પરિવારનું પાકા ઘરમાં રહેવાનું સ્વપ્ન થયું પૂર્ણ
બોટાદના ગઢડા તાલુકાના નાગલપર ગામના ઝાલા પરિવારનું પાકા ઘરમાં રહેવાનું સ્વપ્ન પૂર્ણ થયું છે. ખૂબ જ સામાન્ય સ્થિતિ ધરાવતો ઝાલા પરિવાર અનેક મુશ્કેલીઓ વેઠીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. કાચા મકાનમાં રહેતા આ પરિવારને દરેક ઋતુમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
લાભાર્થી પોપટભાઈ ઝાલાના પરિવારના સભ્ય તેમના વતી સરકારનો આભાર માની ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. ગવરીબેન જણાવે છે કે, “સરકારના સાથ થકી આજે અમે પોતાનું નવું પાકું આવાસ બનાવી શક્યા છે. સરકારની આ યોજના ન હોત તો અમે ક્યારેય પાકું મકાન ન બનાવી શક્યા હોત. પાકા મકાન સાથે અન્ય સગવડ પણ મળતા તમામ પ્રકારની સમસ્યાનો અંત આવ્યો છે.”
પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે ઝાલા પરિવાર જેવા અનેક પરિવારોને પાકા ઘર મળ્યા છે, તેમના મુશ્કેલીભર્યા સમયમાં કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી વ્હારે આવી અને ઘરવિહોણા અને જર્જરિત મકાનમાં રહેતા અનેક પરિવારો આજે પાકા મકાનમાં રહેતા થયા છે, અને સુખભર્યા દિવસો પસાર કરી રહ્યા છે.
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.