યુકેથી રાજકોટ આવેલા મુસાફરના 90 હજારના ફોનની એરપોર્ટના પાર્કિંગમાંથી ચોરી
રાજકોટનું એરપોર્ટ મોબાઈલ ચોર માટે જાણે કે રેઢુંપડ હોય તેવી રીતે બહુ જ ટૂંકા ગાળામાં બબ્બે મોંઘાદાટ મોબાઈલની ચોરી થઈ જતાં પોલીસમાં દોડધામ થઈ જવા પામી છે. થોડા સમય પહેલાં દિલ્હીથી રાજકોટની ફ્લાઈટમાં વેપારીનો આઈફોન ચોરાયા બાદ હવે યુકેથી રાજકોટ આવેલા મુસાફરના 90 હજારના ફોનની ચોરી પાર્કિંગમાંથી થઈ જતાં પોલીસે તસ્કરની શોધખોળ શરૂ કરી છે.
આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જાણવા મળ્યા પ્રમાણે યુનાઈટેડ કિંગડમ (યુકે) રહેતાં કરીમા લાલાણી નામના મુસાફર મુળ રાણાવાવ રહેતા હોય કોઈ કામસર આવ્યા હતા. ત્યાં કામ પૂર્ણ કરીને રાજકોટ એરપોર્ટ પરથી મુંબઈ પહોંચવાના હતા. જો કે ફ્લાઈટમાં બેસે તે પહેલાં જ પાર્કિંગમાંથી તેમનો મોબાઈલ ગુમ થઈ જતાં તેમણે મુંબઈ પહોંચીને ઈ-એફઆઈઆર નોંધાવતાં પોલીસે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કરીમા લાલાણીના જણાવ્યા પ્રમાણે તેમનો મોબાઈલ સેમસંગ કંપનીનો હતો જેની કિંમત 90,000 રૂપિયા જેટલી થાય છે. પોલીસે આ મામલે મોબાઈલ લઈ જનાર વ્યક્તિને શોધી તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.