લુણાવાડા પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ગોધરા ખાતેથી ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડિયા સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેક્ટર. આર.ડી.ભરવાડની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો એ.એસ.આઇ. અમરસિંહ, ધર્મેદ્રભાઇ,નરેંદ્રકુમાર, વિક્રમસિંગ ફુલસિંગ સહિત સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તાપસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન લુણાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાનો આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે.
LCB પોલીસ તાપસ કરી રહી હતી તે દરમિયાન એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. અમરસિંહ સાથે સ્ટાફના માણસો લુણાવાડા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન PI આર.ડી. ભરવાડને બાતમીના આધારે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ 379 વિ. મુજબના કામનો નાસતો ફરતો આરોપી સુરેશ દીપકભાઇ બાવરી રહે. પથ્થર તલાવડી નજીક નારી કેંદ્ર આગળ ગોધરા તા. ગોધરા જી પંચમહાલનાને તેના ઘરેથી ઝડપી પાડી હસ્તગત કરી લઇ આવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે લુણાવાડા પોલીસ સ્ટેશન સોપવામાં આવ્યો છે
રીપોટર.ભીખાભાઈ ખાંટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.