પુસ્તક વિમોચન વિદ્યાપુરુષ શ્રી લાભશંકરભાઈ પુરોહિતના સાનિધ્યમાં માતૃભાષા સંવર્ધન પારિતોષિક
પુસ્તક વિમોચન વિદ્યાપુરુષ શ્રી લાભશંકરભાઈ પુરોહિતના સાનિધ્યમાં માતૃભાષા સંવર્ધન પારિતોષિક
ભાવનગર વિદ્યાપુરુષ શ્રી લાભશંકરભાઈ પુરોહિતના સાનિધ્યમાં માતૃભાષા સંવર્ધન પારિતોષિક શબ્દ સાધના અને માનવસેવા યજ્ઞમાં નિત્ય આહુતિ આપી સમાજ પરિવર્તન માટે
કટિબદ્ધ શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે વર્ષ ૨૦૧૮ થી પ્રારંભાયેલ 'માતૃભાષા સંવર્ધન સન્માન કાર્યક્રમ તારીખ ૨ મે સંસ્થા પ્રાગણમાં યોજાઈ ગયો. ગુજરાતની પ્રથમ પંક્તિના ચિંતક સાહિત્યકાર શ્રી લાભશંકરભાઈ પુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાયેલ માતૃભાષા સંવર્ધન પારિતોષિક ગુજરાત યુનિવર્સિટીના
ભાષાભવનનાં અધ્યક્ષ ડો. અરવિંદભાઈ ભાંડારીને અર્પિત થયું.ભાવનગરના જાગૃત નાગરિક અને વિદ્યાર્થીકાળમાં વાર્તા લેખન સાથે જોડાયેલ શ્રી
અનિલભાઈ શ્રીધરાણીની પૂણ્યસ્મૃતિમાં યોજાયેલ પાંચમાં અવોર્ડ સમારોહમાં ગુજરાતનાં
જાણીતા સાહિત્યકાર શ્રી નટવર આહલપરા સંકલિત પુસ્તક 'સ્વર્ગસ્થ પણ સૌના હ્રદયસ્થ
અનિલભાઈ શ્રીધરાણી'નું વિમોચન થયું.
આ પ્રસંગે ભાવનગરના સાહિત્ય જગતના શિરમોર ડૉ. વિનોદ જોષીએ વર્ષ ૧૯૮૦થી પ્રવૃત્ત શિશુવિહાર બુધસભાનો પરિચય આપ્યો હતો. જ્યારે અધ્યક્ષીય વક્તવ્ય આપતા પૂજ્ય લાભશંકરભાઈએ માતૃભાષાનાં ગૌરવને ગુજરાતીઓ વારસા તરીકે તન કરે તેવો આગ્રહ કર્યો હતો.પ્રાધ્યાપક ડૉ, છાયાબહેન પારેખનાં સંચાલન સાથે યોજાયેલ સમારોહમાં ડૉ. રાહુલ શ્રીધરાણીએ આભાર દર્શન કર્યું હતું. ૩૦૦થી વધુ પરિવારજનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહ ભોજન સાથે સંપન્ન થયો હતો.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.