સંવેદન ગૃપ અમરેલી દ્વારા ૯૭મું ચક્ષુદાન સ્વીકારાયું - At This Time

સંવેદન ગૃપ અમરેલી દ્વારા ૯૭મું ચક્ષુદાન સ્વીકારાયું


સંવેદન ગૃપ અમરેલી દ્વારા ૯૭મું ચક્ષુદાન સ્વીકારાયું

અમરેલી. સંવેદન ગૃપ અમરેલી દ્વારા ૯૭મું ચક્ષુદાન સ્વીકારાયું સેવાભાવી મેહુલ વ્યાસ દ્વારા ૫૦૧ ચક્ષુદાન લેવાયાં આંખો મોકલવામાં શીતલ આઈસ્ક્રીમ વાળા ભૂપતભાઈ ભુવાનો સહયોગ
અમરેલી ના જેસીંગપરા વિસ્તારમાં વસતાં સવિતાબેન સવજીભાઈ માંગરોળિયા (ઉં.વ.૭૮)નું તા.૯-૫-૨૦૨૩ મંગળવારના રોજ અવસાન થતાં તેમનાં સંતાનો દ્વારા સ્વર્ગસ્થનું ચક્ષુદાન કરવામાં આવેલ.
નેત્રદાન અંગે જાગૃતિ દાખવતાં અમરેલીના ખેડૂત અગ્રણી ભરતભાઈ (સુરત), ભદ્રેશભાઈ (પૂર્વ નગર સેવક), ઘનશ્યામભાઈ માંગરોળિયા તેમજ ભારતીબેન મનસુખભાઈ કોલડિયાના માતુશ્રીના અવસાન બાદ ચક્ષુદાનનો નિર્ણય કર્યો અને તેઓએ મેડિકલ સ્ટોર વાળા ભાવેશભાઈ કથિરિયા તેમજ ડૉ. કાનાબાર સાહેબના માધ્યમથી ચક્ષુદાન માટે કાર્યરત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક હતો. આ ચક્ષુદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા દર્શન પંડ્યાએ સેવા આપી હતી. નેત્રદાતાના દોહિત્ર ડૉ. ચિરાગ કોલડિયાના તથા નગરપાલિકાના સદસ્ય પ્રકાશભાઈ ભડકણ ઉપસ્થિત રહ્યાં હતાં. માંગરોળિયા પરિવારે માનવતા મહેકાવતા સ્વજનના મૃત્યુ બાદ ચક્ષુદાન કરી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે એમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.