મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં સંચાલકની જગ્યા ભરવા બોટાદ મામલતદાર કચેરી (ગ્રામ્ય) દ્વારા અરજીઓ મંગાવાઈ - At This Time

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં સંચાલકની જગ્યા ભરવા બોટાદ મામલતદાર કચેરી (ગ્રામ્ય) દ્વારા અરજીઓ મંગાવાઈ


મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં સંચાલકની જગ્યા ભરવા બોટાદ મામલતદાર કચેરી (ગ્રામ્ય) દ્વારા અરજીઓ મંગાવાઈ

બોટાદ તાલુકાની નાની વીરવા પ્રાથમિક શાળા (કેન્દ્ર નંબર-૧૨) અને પ્રાથમિક શાળા નં.૨ (કેન્દ્ર નંબર-૬૨) માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં ખાલી પડતી કેન્દ્ર સંચાલકોની જગ્યા ભરવાની થાય છે. આ જગ્યા માટે તા.૧૦/૦૫/૨૦૨૩ થી તા.૨૦/૦૫/૨૦૨૩ સુધીમાં નિયત નમુનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી બોટાદ (ગ્રામ્ય), પહેલો માળ, તાલુકા સેવા સદન, મધ્યાહન ભોજન યોજના શાખા ખાતે કચેરી સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ સ્વીકારવામાં આવશે.

ઉપરોક્ત ભરવાની થતી જગ્યા માટે લઘુતમ વયમર્યાદા-૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા-૬૦ વર્ષની નક્કી કરવામાં આવેલ છે.તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ – ૧૦ પાસ કે તેથી વધુની રહેશે.સરકારના ઠરાવ મુજબ અગ્રતાક્રમ મુજબ નિમણૂંક આપવામાં આવશે તેમ, બોટાદ મામલતદાર(ગ્રામ્ય) ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રીપોર્ટ,નિકુંજ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.