માળીયા હાટીના માં શ્રી મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા અનાવરણ ૬વર્ષ થતા તથા 483મી જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા સંપન્ન
ફટાકડાની આતશબાજી, સાથે જય... જય..મહારાણા પ્રતાપસિંહજીની નાદથી માળીયા હાટીના ગુંજી ઉઠયું હતું
માળીયા હાટીના psi બી.કે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તેમજ વુમન પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા સંપન્ન
માળીયા હાટીના તાલુકા હાટી ક્ષત્રિય સમાજ યુવા સંગઠન આયોજીત સનાતન ધર્મ ધ્વજ રકક્ષક હિંદુવા સુરજ મેવાડ ની આન બાન અને શાન, એકલિંગ દીવાન , અખંડ વિજેતા , હિંદવા સૂરજ મેવાડ
શ્રી મહારાણા પ્રતાપસિંહજી ની 483 મી જન્મ જયંતી નિમિતે તેમજ મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા અનાવરણ ૬વર્ષ થતા સર્વે સનાતન ધર્મ પ્રેમીઓ તા.9-5-23 મંગળવારે રેલ્વે સ્ટેશન પાસે શ્રી રામેશ્વર મહાદેવ થી શહેર ના મુખ્ય માર્ગ પર પસાર થઈ શ્રી સંકીર્તન મંદિર સુધી આ શોભાયાત્રા યોજાણી હતી જેમાં બાઈક રેલી અને ઘોડા સવારી સાથે ડી જે ના તાલે ધર્મ પ્રેમી જનતા ઉત્સાહથી જોડાઈ ને ઝૂમી ઉઠ્યા હતા
આ શોભાયાત્રા માં માળીયા હાટીના ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઇ સીસોદીયા, હમીરસિંહ સીસોદીયા , હરસુખભાઈ સીસોદીયા, psi બી.કે.ચાવડા, રામ ભાઈ સીસોદીયા સહિતના હાટી ક્ષત્રીય સમાજનાઆગેવાનો એ મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી જય જય મહારાણા પ્રતાપસિંહજીના નારા લગાવ્યા હતા
શ્રી મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા અનાવરણ ૬વર્ષ થતા તેમજ શ્રી મહારાણા પ્રતાપસિંહજીની 483 મી જન્મ જયંતિના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરતભાઇ ભલગરિયા, ડો. માનસિંહ કેશોદા, ધનશ્યામસિંહ સીસોદીયા, વનરાજસિંહ સીસોદીયા, સોમાતસિંહ સિંધવ, જ્યેન્દ્ર સિંહ સીસોદીયા, રણજીત સિંહ કામળિયા સહિત માળીયા હાટીના તાલુકા હાટી ક્ષત્રિય સમાજ યુવા સંગઠને કરેલ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.