ધોલેરા ખાતે આરોગ્ય કેન્દ્ર ભડિયાદ ની એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યકમ યોજાયો
ધોલેરા ખાતે આરોગ્ય કેન્દ્ર ભડિયાદ ની એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યકમ યોજાયો
ધોલેરા તાલુકા વિસ્તાર ના લોકો ને આરોગ્ય ની સેવા સારી રીતે મળી શકે તેવા ઉદેશ્ય થી એન.આઈ.સી.ડી. કોર્પોરેશન લિમિટેડ વતી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભડિયાદ ને એમ્બ્યુલન્સ આપવા માં આવેલ . તેનો લોકાર્પણ કાર્યકમ આજ રોજ ધોલેરા મુકામે રાખવા માં આવેલ. આ પ્રસંગે ધંધુકા ના ધારાસભ્ય કાળુભાઇ ડાભી અમદાવાદ જિલ્લા ના જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શૈલેષભાઇ પરમાર જિલ્લા દંડક દિગપાલસિંહ ચુડાસમા તાલુકા પંચાયત પ્રમુખ સુભાષભાઈ ગોહિલ ઉપરાંત જિલ્લા ના અન્ય આરોગ્ય અધિકારી તેમજ ડી.આઈ.સી.ડી.એલ.ના અધિકારીઓ જિલ્લા અને તાલુકા ના પદાધિકારીઓ વિસ્તાર ના આગેવાનો અને આરોગ્ય સ્ટાફ હાજર રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.