આજે શિહોર લીલાપીર વિસ્તારમાં આવેલી કોળી સમાજના સ્મશાનને વહેલી તર્તે નિમ કરવાની માંગ સાથે મામલતદાર ઓફિસ ખાતે ધરણા. - At This Time

આજે શિહોર લીલાપીર વિસ્તારમાં આવેલી કોળી સમાજના સ્મશાનને વહેલી તર્તે નિમ કરવાની માંગ સાથે મામલતદાર ઓફિસ ખાતે ધરણા.


સિહોર લીલાપીર વિસ્તારમાં કોળી સમાજના
સ્મશાન માટે ફાળવેલ જગ્યાને નિમ કરવાની માંગ છેલ્લા
ઘણા સમયથી ઉઠી છે અગાઉ પણ આ મામલે અનેક વખત
રજુઆત અને આવેદનો અપાયા છે છતાં આજ સુધી કોઈ
કાર્યવાહી ન થતા આજે સમસ્ત કોળી સમાજ મામલતદાર
કચેરી ખાતે ધરણા પર બેસી જઈને સ્મશાન જગ્યાને વહેલી
તકે નિમ કરવાની માંગ કરી હતી જોકે સિહોર મામલતદાર
જોગસિંહ દરબાર દ્વારા પ્રશ્ન માટે વહેલી તકે ઉકેલની ખાતરી
આપતા મામલો સુખદ રીતે સમેટાયો હતો. લીલાપીર
વિસ્તારના કોળી સમાજના આગેવાન સુનીલ ચાવડાની
આગેવાની નીચે સિહોર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી
મોટી સંખ્યા કોળી સમાજના અગ્રણીઓ બેનર સાથે
મામલતદાર કચેરીના સંકુલ ખાતે ધરણાં ઉપર બેઠા હતા.
સમાજના અગ્રણીને નેતા કલ હમારા યુવા સંગઠનના રાષ્ટ્રીય
અધ્યક્ષ ધરમશી ધાપા, પાલિકાના પૂર્વ પ્રમુખ ઉમેશ
મકવાણા, પાલિકા ના પૂર્વ ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડ,
તેમજ સમાજના વિવિધ પાંખના હોદેદારો, આગેવાનો,
પદાધિકારીઓ, સમાજના અગ્રણીઓ, યુવાઓ, માતાઓ,
બહેનોઆ પ્રતીક ધરણાંમાં જોડાયા હતા. આ ધરણાં
કાર્યક્રમના આગેવાનોને સિહોર મામલતદાર જોગસિંહ
દરબાર દ્વારા રૂબરૂ બોલાવી યોગ્ય ખાતરી અને વહેલા માં
વહેલી તકે સ્મશાનની જગ્યા નીમ કરી આપવાની
હૈયાધારણા આપી આપતા પ્રશ્નનો યોગ્ય નિરાકરણ સાથે
સુખદ અંત આવ્યો હતો. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.