ભગવતીપરામાં નિંદ્રાધીન વૃદ્ધાના ગળામાંથી રૂ.40 હજારમાં સોનાના ચેઇનની ચિલઝડપ
ભગવતીપરામાં શેરી.1માં રહેતા મધુબેન ડાયાભાઈ પરમાર(ઉ.વ.70) પોતાના ઘર પાસે ખુરશી પર બેઠા હતા.તેમજ થોડીવારમાં ઊંઘ આવી જતા કોઈ અજાણ્યા શખ્સે મધુબેને ગળામાં પહેરેલ રૂ.40 હજારના સોનાના ચેઇનની ચિલ ઝડપ કરતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મધુબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા પતિનું દશેક વર્ષ પહેલા બિમારી સબબ મૃત્યુ થયું છે.મારે સંતાનમા બે દિકરા તથા ચાર દિકરીઓ છે.હું આર.એમ.સી. સફાઇ કામદાર તરીકે નોકરી કરતી હતી અને હાલ નિવૃત છું.ગઈ કાલ તા.04/05ના બપોરના હું તથા મારી દિકરી બન્ને જમીને મારા ઘરે રૂમમા દરવાજો ખુલ્લો રાખીને મારી દિકરી મુક્તા સેટી પર સુતી હતી અને હું ઘરની બહાર શેરીમા ખુરશી રાખીને તેના પર બેઠી હતી અને અને મને ખુરશી પર બેઠા બેઠા નિંદર આવી ગઈ અને કોઇ અજાણ્યો શખ્સ આવેલ અને મે મારા ગળામા પહેરેલ સોનાની માળા પાછળથી આવીને જુટવીને તોડીને ભાગતા મને ગળામાં લાગતા મારી નિંદર ઉડી ગઈ અને મે જોતા કોઇ દેખાયો નહી અને મારા ગળામાં જોતા મારી સોનાની માળા ગળામા હતી નહી.જેથી મારી સોનાની માળા આશરે 12,540 ગ્રામ ની જેની રૂ.40,000 ની કોઈ ચોરી કરી લઈ જતા ફરિયાદ નોંધાઈ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.