રૈયાધારમાં પિતાનો સામાન લેવા જુના ઘરે આવેલ ભાઈ-બહેન પર દંપતીનો ધોકાથી હુમલો
રૈયાધારમાં ચૂનાના ભઠ્ઠા પાસે પિતાના જુના ઘરે સમાન લેવા આવેલ ભાઈ-બહેન પર તેના સગા ભાઈ અને તેની પત્નીએ ધોકાથી હુમલો કરી બહેનનો હાથ ભાંગી નાખ્યો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ફરિયાદી ક્રીષ્નાબેન ઠાકરશીભાઇ ડુમારીયા (ઉ.વ.35),(રહે મોટા મોવા માસુમ સ્કુલ વાળો રોડ ગોલ્ડન આર્ટ ફ્લેટ કાલાવાડ રોડ) એ આરોપી તરીકે તેના સગા ભાઈ વિશાલ અને તેની પત્ની પૂજાનું નામ આપી જણાવ્યું હતું કે, તેમના પિતા દશરથભાઇ 5હેલા રૈયાધાર ચુનાના ભઠ્ઠા પાસે ઓબીસી હોસ્ટેલની સામે રહેતા હતા. હાલ તેઓ ઘણા સમયથી રંગીલા સોસાયટી મફતીયા પરા મા રહે છે. તેમના પિતાને તેના નાના પુત્ર વિશાલ સાથે પૈસા બાબતે ઝઘડો થયેલ હતો ત્યારે તેના પિતાએ વિશાલ વિરુદ્ધ ફરિયાદ કરેલ હતી.
વિશાલ હાલ રૈયાધારમાં ચુનાનો ભઠ ઠા પાસે ઓબીસી હોસ્ટેલ ની સામે રહેતા તેના સસરા હસમુખભાઇના ઘરે રહે છે. ગઈ તા.30 ના રાત્રીના સાડા આઠેક વાગ્યે ફરિયાદી તેના ભાઇ રવિ સાથે પિતાના જુના ઘરે સામાન લેવા માટે ગયેલ હતા. તેઓ છોટા હાથીમા સામાન ભરતા હતા.ત્યારે તેનો ભાઈ ભાઇ વિશાલ, તેની પત્નિ પુજા ઘસી આવેલ અને કહેવા લાગેલ કે, હજુ કેમ અહિં આવો છો, હવે તમે અહિં રહેતા નથી તો કેમ આવો છો કહી ગાળો આપવા લાગેલ હતાં.
જેમાં વચ્ચે પડેલ તેના ભાઈ રવિ અને ફરિયાદીને વિશાલ અને તેની પત્નીએ ઢીકાપાટુનો મારમારી તેની પાસે રહેલ ધોકાથી ફરિયાદીને ફટકાર્યા હતાં. જે બાદ તેના પતિ અને પિતા આવી જતા તેમને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે હુમલો કરનાર દંપતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.