જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણી નું પરબ - ૪ શરૂ કરાયું - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણી નું પરબ – ૪ શરૂ કરાયું


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણી નું પરબ - ૪ શરૂ કરાયું

જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સ્વ.પોપટભાઇ મનજીભાઈ મોરડીયા ના સ્મરણાર્થે (યોગી જેમ્સ - સુરત /મુંબઇ ) ના સૌજન્યથી દીનદયાળ ચોક - બોટાદ ખાતે મિનરલ વોટર ઠંડા પીવાના પાણી નું પરબ - ૪ નો શુભારંભ તા.૫/૪/૨૩ ના રોજ કરવામાં આવેલ.
આ વિસ્તાર બોટાદ શહેર નો હાર્દ સમો વિસ્તાર હોય અને અનેક વટેમાર્ગુ અને મોટી સંખ્યા માં બહારગામ ના મુસાફરો ની મોટી અવર જવર રહેતી હોય આ પરબ ગરમી માં અનેક લોકો ની તરસ છીપાવવા મહત્તમ ઉપયોગી નીવડશે.
આ પ્રસંગે જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા , પ્રોજેક્ટ ચેરમેન કેતન રોજેસરા , ગ્રીન મેન - સી.એલ.ભીકડીયા, માધવજીભાઈ માણિયા ,દિલીપભાઈ ભલગામીયા , વિજયભાઈ વાળા , લાલજીભાઇ કળથીયા , મનસુર ખલ્યાણી , મહેશભાઈ શાહ , ડો.ચેતન ભાઈ જોશી, હરેશભાઈ પીઠવા , કુલદીપ વસાણી વગેરે ઉપસ્થિત રહેલ.

Report, Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.