નાનામવા, રૈયા, મોટામવા, સોરઠીયાવાડી, ગોંડલ રોડ સહિતના છ માર્ગો 80 લાખના ખર્ચે LEDથી ઝળહળશે
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 80 લાખના ખર્ચે શહેરના જુદા જુદા છ વિસ્તારના મુખ્ય માર્ગો પર 80 લાખના ખર્ચે 270 વીજ થાંભલા અને પ40 સ્ટ્રીટ લાઇટ નાંખવાનું કામ ગતિથી ચાલી રહ્યાનું રોશની સમિતિના ચેરમેન શ્રીમતી જયાબેન હરીભાઇ ડાંગરે આજે જણાવ્યું હતું. જેમાં નાના મવા, મઢી, મોટા મવા, કોઠારીયા સહિતના રોડનો સમાવેશ થાય છે. આ નવી એલઇડી લાઇટ ફીટ કરવાથી મનપાના વીજ ખર્ચમાં પણ ઘટાડો થવાનો છે.
શહેરના સર્વાંગી વિકાસ તેમજ શહેરીજનોની સુખાકારીના ભાગરૂપે રાત્રીના મુખ્ય રસ્તાઓ પર લોકોને વધુ સારી લાઈટની સુવિધા મળી રહે તે ધ્યાને લઇ, હાલ જૂની હયાત સેન્ટર લાઈટીંગ સિસ્ટમમાં સુધારણા તથા નવીનીકરણ કરવાના ભાગરૂપે અંદાજીત રૂ.80 લાખના ખર્ચે શહેરના આશરે 6 કિલોમીટર રસ્તાઓ પર 270 સ્ટ્રીટપોલ તથા 540 એલ.ઈ.ડી. સ્ટ્રીટલાઈટ નાખવાનું કામ શરુ કરાવવામાં આવેલ છે. એલ.ઈ.ડી. સ્ટ્રીટલાઈટ નાખવાથી કોર્પો.ને વીજ બીલમાં પણ ઘણો ફાયદો થશે.
રોશની સમિતિના ચેરમેન શ્રીમતી જયાબેન હરિભાઈ ડાંગરે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અવિરત સહયોગ અને કોર્પો.ના પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ તથા રોશની વિભાગની જહેમતથી તમામ વોર્ડમાં જુદા જુદા પ્રોજેક્ટ્સમાં લાઈટીંગ સંબંધી કામો હાથ ધરવામાં આવેલ છે. લોકોને વધુને વધુ સુવિધા મળી રહે તે હેતુસર જુદા જુદા 6 રસ્તાઓ પર રૂ.80 લાખના ખર્ચે 270 સ્ટ્રીટપોલ તથા 540 એલ.ઈ.ડી. સ્ટ્રીટલાઈટ નાખવાનું કામ પુર ઝડપે ચાલુ કરવામાં આવેલ છે જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આમ આ રાજમાર્ગો તુરંતમાં નવી રોશનીથી ઝળહળી ઉઠશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.