બોટાદ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે હોલ ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓની તાલીમ સંપન્ન
બોટાદ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે હોલ ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓની તાલીમ સંપન્ન
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણિયાએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું
બોટાદ જિલ્લાના તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારના કુલ- 25 પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાશે
ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આગામી તા. ૦૭-૦૫-૨૦૨૩ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની લેખિત પરીક્ષા યોજાશે. જે અન્વયે બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણિયાની ઉપસ્થિતિમાં “પરીક્ષા કેન્દ્ર નિયામક, બોર્ડ પ્રતિનિધિ, માઇક્રો ઓબ્ઝર્વર”ની બાયસેગના માધ્યમથી તાલીમ યોજવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપી તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે ઉપસ્થિત અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને પ્રેરિત કર્યા હતા. તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા બોટાદ જિલ્લાના કુલ-25 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાનાર છે. આ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તાલીમમાં પ્રાંત અધિકારીશ્રી દિપકભાઈ સતાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળની જાહેરાત ક્રમાંક:10/2021-22 પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી )ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા. 07/05/2023 ના રોજ બપોરે 12:30 કલાક થી 1:30 કલાક દરમ્યાન યોજાનાર છે.
Report, Nikunj Chauhan
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.