વિસાવદર શહેરમા વેપારીઓએ ધીમી ગતિએ પેશકદમી દૂર કરવાનું કાર્ય ચાલુ. - At This Time

વિસાવદર શહેરમા વેપારીઓએ ધીમી ગતિએ પેશકદમી દૂર કરવાનું કાર્ય ચાલુ.


વિસાવદર શહેરમા વેપારીઓએ ધીમી ગતિએ પેશકદમી દૂર કરવાનું કાર્ય ચાલુ.વિસાવદર શહેરમા થૉડા દિવસ પહેલા તંત્ર દ્વવારા માંડાવડથી વિસાવદર સરદાર ચોક સુધી ગેરકાયદેસર પેશકદમી જે લોકોએ કરેલી છે. તેમને જવાબદાર અધિકારીની સહી વાળી ઝેરોક્ષ નોટિસ આપવામાં આવી હતી. જેના કારણે વિસાવદર વેપારી તેમજ અન્ય પેશકદમી કરેલ લોકોમા ફફડાટ જોવા મળ્યો હતો.જેમાં આજે સરદાર ચોકમા આવેલ એક કરિયાણાની દુકાનમા જે પેશકદમી હતી. તે, વેપારીએ સ્વીચ્છાએ દૂર કરી હતી.
આમ આ નોટિસ મળ્યા પછી વેપારીઓમા પણ ડિમોલેશનનો ભય જોવા મળ્યો છે.
લોકોમાં થતી ચર્ચા મુજબ હાલ તો નાના વેપારીઓના જીવન નિર્વાહ પર ભારે અસર પડી છે. લોકોના ચાલુ વેપારી ધંધાને નુકશાન પામે તેમ છે. લોકોનું કહેવું એવુ પણ છે. કે, જે તે સમયે પેશકડમી થતી હતી ત્યારે તંત્ર શુ ઊંઘમા હતું ? આવી લોકોમાં હાલ ચર્ચા થઇ રહી છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.