જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના યજમાન પદે જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩/બી ની યુનિટ -૩ ની યુનિટ કાઉન્સીલ અને કોરન્ફરન્સ યોજાઇ
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના યજમાન પદે જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩/બી ની યુનિટ -૩ ની યુનિટ કાઉન્સીલ અને કોરન્ફરન્સ યોજાઇ
જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩/બી યુનિટ -૩ ની સૌ પ્રથમ યુનિટ કાઉન્સીલ અને કોન્ફરન્સ તા.૩૦/૪/૨૩ ના રોજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના યજમાન પદે બોટાદ નગરપાલિકા કચેરી,બોર્ડ મીટિંગ હોલ ખાતે પ્રમુખ માધવજીભાઈ માણિયા ના અધ્યક્ષ પદે તથા જાયન્ટ્સ ફેડરેશન ૩/બી ના પ્રમુખ શાંતિલાલ પટેલ , ઉપ પ્રમુખ કેતન રોજેસરા અને યુનિટ ડિરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા ની વિશેષ ઉપસ્થિત માં મળેલ.
પ્રથમ જાયન્ટ્સ પ્રાર્થના ના ગાન બાદ સ્વાગત પ્રવચન માધવજી ભાઈ એ કરેલ. યુનિટ ડીરેક્ટર સી.એલ.ભીકડીયા દ્વારા કોન્ફરન્સ સેક્રેટરી ની નિમણુંક ડી.એ.દીપકભાઈ માથુકિયા ના નામ ની જાહેરાત કરવામાં આવેલ.ઉપસ્થિત મહેમાનોનું પુષ્પ ગુચ્છ થી અભિવાદન કરવામાં આવેલ.
આ પ્રસંગે હરેશભાઇ અંબાસણા ફેડરેશન ઑફિસર(બ્લડ ડોનેશન) , કલાબેન રાવલ (બેટી બચાવ ઑફિસર ) ,જાયન્ટ્સ ગ્રુપ બોટાદ , ગઢડા , યંગ જાયન્ટ્સ ના પ્રમુખ તથા હોદ્દેદારો ,બોટાદ અને સુરેન્દ્રનગર સાહેલી ના પ્રમુખ તથા હોદ્દેદારો એ ભાગ લીધેલ.દરેક ગ્રુપ ની માહિતી તથા પ્રોજેકટ અંગે ચર્ચા વિચારણા કરી.યુનિટ ડિરેક્ટર તથા ફેડરેશન પ્રમુખ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. સંચાલન વિજય વાળા એ કરેલ અને આભાર દર્શન બાદ રાષ્ટ્રીય ગીત નું ગાન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ
Report, Nikunj Chauhan
.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.