આજીડેમ ચોકડી પાસે રીક્ષા ચાલકને માર મારી ચાર પરપ્રાંતીય શખ્સોએ લુંટ ચલાવી
આજીડેમ ચોકડી પાસે ભગવતીપરાના રીક્ષાચાલક પર રીક્ષામાં બેસેલા ચાર પરપ્રાંતિય શખ્સોએ રીક્ષા ઉભી રખાવી ઢીકાપાટુનો માર મારી મોબાઈલ અને રોકડની લુંટ ચલાવી નાસી છુટયા હતા. જયારે ઘાયલ થયેલા રીક્ષાચાલકને સારવારમાં ખસેડાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના ભગવતીપરાના રામપાર્કમાં રહેતા મુસ્તકીમ હાજીભાઈ શેખ (ઉ.24) રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈ રાત્રે અગીયાર વાગ્યાની આસપાસ પોતાની રીક્ષા લઈ હુડકો ચોકડીએ ઉભા હતા ત્યારે અજાણ્યા ચાર શખ્સોએ આજીડેમ તરફ જવા માટે રીક્ષામાં મુસાફર તરીકે બેસેલ હતા. રીક્ષા હુડકો ચોકડી અને આજીડેમ ચોકડીની વચ્ચે આવેલ પુલ પાસે રીક્ષા પહોંચી હતી.
ત્યારે રીક્ષામાં બેસેલ મુસાફરોએ રીક્ષા અટકાવી રીક્ષા ચાલકને બેફામ ઢીકાપાટુનો માર મારી રીક્ષા ચાલક પાસે રહેલ મોબાઈલ ફોન અને રોકડ રૂા.સાત હજારની લુંટ ચલાવી નાસી છુટયા હતા. બનાવમાં ઈજાગ્રસ્ત થયેલ મુસ્તકીમને સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી ગયો હતો. અને ઈજાગ્રસ્તની ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.