પોલીસ ફરીયાદનો ખાર રાખી ઢીકાપાટુનો મારમાર્યો
હનુમાન મઢીથી નિર્મળા રોડ પર પારસ સોસાયટી ગેઈટ પાસે રહેતાં ભીમભાઈ બહાદુર (ઉ.વ.49) તેના પત્ની દુર્ગાબેન (ઉ.વ.48) અને પુત્ર કમલ (ઉ.વ.26) પર ગઈકાલે રાત્રે આઠ વાગ્યે હુમલો કરી ઢીકાપાટુનો મારમારતા નેપાળી પરીવારે ઈજા પહોંચતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.વધુમાં નેપાળી પરીવારે જણાવ્યું હતું કે તેમના મકાનમાં મનોજ નેપાળીએ થોડા સમય પહેલા 40 હજાર રોકડની ચોરી કરી નાસી છુટયો હતો. જે અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેનો ખારરાખી હુમલો કર્યાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.