અમરેલી જિલ્લા કલેકટર શ્રી અમરેલી ની દામનગર ચીફ ઓફીસરશ્રી ને સૂચના નોનવેજ સ્ટોલ અન્ય જગ્યાએ ખસેડવા - At This Time

અમરેલી જિલ્લા કલેકટર શ્રી અમરેલી ની દામનગર ચીફ ઓફીસરશ્રી ને સૂચના નોનવેજ સ્ટોલ અન્ય જગ્યાએ ખસેડવા


અમરેલી જિલ્લા કલેકટર શ્રી અમરેલી ની દામનગર
ચીફ ઓફીસરશ્રી ને સૂચના નોનવેજ સ્ટોલ અન્ય જગ્યાએ ખસેડવા

દામનગર શહેર ના રહેણાંક વિસ્તારો માંથી નોનવેજ સ્ટોલ ની ફરિયાદ બાદ અમરેલી જિલ્લા કલેકટર શ્રી અમરેલી નો નપલ વશી/૧૨૬/૨૩ થી તા.૧૭/૦૪/૨૩ ના રોજ દામનગર ચીફ ઓફીસરશ્રી ને નોનવેજ સ્ટોલ અન્ય જગ્યાએ ખસેડવા સૂચના ઠાંસા રોડ પ્લોટ વિસ્તારના રહીશો, દામનગર, તા.લાઠી, જિ અમરેલીએ તા.૦૩/૦૪/૨૦૨૩ ની સ્થાનિક રહીશો ની અરજી થી જણાવેલ વિગતે દામનગરના ઠાંસા રોડ મફત પ્લોટ વિસ્તારમાં જવાના મુખ્ય રોડ કાંઠે ચારથી વધુ જગ્યાએ માર્ગ કાંઠે મોકાની સરકારી માર્ગની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામો આડશો કરી કાયમી માલિકી સમાંતર માંસ, મટન અને ઇંડાનું વેચાણ કરતાઓની દુકાનો ઉપર આવતા ગ્રાહકો મોટાભાગે કેફી દ્રવ્યનું સેવન કરી ઉગ્ર બોલાચાલી કરી રાડા રાડી કરી જાહેર શાંતિ ભંગ કરતા હોવાની તેમજ ગેરકાયદેસર દબાણદાર માસ મટન ઇંડાના સ્ટોલ શેરીઓમાં દુર્ગંધ મારતો કચરો નાખતા હોવાથી માસ મટન ઇંડાના સ્ટોલ અન્ય જગ્યાએ ખસેડવા રજુઆત કરેલ છે આ સંદર્ભ માં દામનગર નગરપાલિકા તંત્ર એ જિલ્લા મેજી ના પત્ર ના હવાલા સાથે નોનવેજ વિક્રેતા ઓને જરૂરી નોનવેજ વેચાણ લાયસન્સ સહિત ના આધાર પુરાવા સાથે અન્ય જગ્યા એ ખસેડી લેવા સૂચના આપી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.