સોની બજારના વધુ એક વેપારીનું રૂ.14 લાખનું સોનુ લઈ બંગાળી કારીગર ફરાર - At This Time

સોની બજારના વધુ એક વેપારીનું રૂ.14 લાખનું સોનુ લઈ બંગાળી કારીગર ફરાર


સોની બજારના બંગાળી વેપારીનું રૂા.14.04 લાખનું સોનુ લઇ બંગાળી કારીગર ભાગી જતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ રીતે બંગાળી કારીગરો સોનું લઇ ભાગી જતા હોવાના કિસ્સાઓ હવે સોની બજારમાં સામાન્ય બની ગયા છે. મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ હાથીખાના મેઇન રોડ ઉપર શિવા મહારાજની શેરી નં. 1માં રહેતા સૌમેન સામંતા (ઉ.વ.47)ને સોની બજા2માં શ્રી દુર્ગા જ્વેલર્સ અને જૂની ગધીવાડની મુરલીધર ચેમ્બરમાં શિવ દુર્ગા જ્વેલર્સ નામની બે પેઢી છે.
જ્યાં છેલ્લા એકાદ વર્ષથી મૂળ પશ્ચિમ બંગાળનો સુવાજી મલય કોયલા કારીગર તરીકે નોકરી કરતો હતો. ગઇ તા.15ના રોજ તેને શેઠ સૌમેને રૂા. 14.04 લાખની સોનાની 107 બુટી (વજન 312 ગ્રામ) પાલીસ કરાવવા માટે બિમલભાઇની દુકાને મોકલ્યો હતો.
થોડીવાર બાદ બિમલભાઈને કોલ કરતા તેણે કહ્યું કે તમારો કારીગર બુટીઓ પાલીસ કરાવવા માટે આવ્યો નથી.જેથી કારીગર સુવાજીને મોબાઈલ કરતાં સ્વીચ ઓફ આવતો હતો.બીજી દુકાને તપાસ કરતા ત્યાં પણ મળ્યો નહતો.વધુ તપાસમાં જાણવા મળ્યું કે સોનુ લઇ વર્તન ભાગી ગયો છે.તેની આટલા દિવસ સુધી તપાસ કરી હતી.પરંતુ ક્યાંય મળી નહીં આવતા એ ડીવીઝન પોલીસ મથકમાં વિશ્વાસઘાત છેતરપિંડી હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.