ઓમ હાઉસિંગ કો ઓપરેટિવ સર્વિસ સોસાયટીમાં ૧૮૧ મહિલા પોલીસ દ્વારા સોસાયટીની મહિલાઓને મહિલા સલામતી તથા જાગૃતિ તથા સલામતીનો કાર્યક્રમ તારીખ ૦૨/૦૫/૨૦૨૩ ને મંગળવારના રોજ યોજાયો
ઓમ હાઉસિંગ કો ઓપરેટિવ સર્વિસ સોસાયટીમાં ૧૮૧ મહિલા પોલીસ દ્વારા સોસાયટીની મહિલાઓને મહિલા સલામતી તથા જાગૃતિ તથા સલામતીનો કાર્યક્રમ તારીખ ૦૨/૦૫/૨૦૨૩ ને મંગળવારના રોજ યોજાયો
રાજકોટ: કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાછળ રૂડા-૩ ની બાજુમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના (રૂડા) હેઠળની ઓમ હાઉસિંગ કો ઓપરેટિવ સર્વિસ સોસાયટીમાં ૧૮૧ મહિલા પોલીસ દ્વારા સોસાયટીની મહિલાઓમાં સલામતી તથા જાગૃતિનો સફળ કાર્યક્રમ તારીખ 02/05/2023નારોજ યોજવામાં આવ્યો હતો જેમાં મહિલાઓની સલામતી તથા સમાજમાં મહિલાઓ સાથે થતાં અત્યાચાર તથા મહિલાઓએ વિકટ પરિસ્થિતિમાં કેવીરીતે સામનો કરવો તેની વિગતવાર માહિતી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના ૧૮૧ મહિલા પોલીસના કાઉન્સેલર સુમિતાબેન પરમાર તથા પાઇલટ પારસ વોરાની આગેવાનીમાં આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના પ્રમુખ શ્રી જયેશભાઈ પાતર, ઉપ પ્રમુખ શ્રી રાજેશભાઈ ચૌહાણ, મંત્રી શ્રી દિપકભાઈ જેસર, ખજાનચી શ્રી દિગપાલભાઈ જાની તથા સોસાયટીના કમિટી સભ્યોએ જહેમત ઉઠવી હતી આ કાર્યક્રમ માં સોસાયટીના તમામ બહેનો તથા ભાઇઓએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને અંતમાં સોસાયટીના કમિટી સભ્યો તથા સોસાયટીના રહીશો દ્વારા ૧૮૧ મહિલા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ હરેશમહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.