અબોલ જીવોને કતલખાને લઈ જવાતા બચાવતી સામખીયાળી પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ
જે.આર.મોથલીયા સાહેબ ભુજ કચ્છ તથા મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ પશુ પ્રત્યે ક્રુરતા અને ઘાતકી પણાના ગુના અટકાવવા આપેલ સુચના અંતર્ગત શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ વાય.કે.ગોહિલ સીની.પોલીસ સબ ઈન્સ્પેકટર સામખીયાળી પોલીસ સ્ટેશન નાઓ તા-૦૧/૦૨/૨૦૨૩ ના કલાક ૨૩/૦૦ થી નાઇટ રાઉન્ડમા હતા તે દરમ્યાન તા-૦૨/૦૫/૨૦૨૩ ના કલાક ૦૫/૦૦ સુધી ના.રા.પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના માણસો સાથે કંથકોટથી આધોઇ વચ્ચેના રસ્તા પર વાહન ચેકીંગની કામગીરી કરતા હતા દરમ્યાન કંથકોટ બાજુથી આધોઇ તરફ એક બોલેરો પિકપ ડાલુ આવતુ જોઇ તેને રોકાવી ચેક કરતા તેમા પાડા નંગ-૦૭ ભરેલ જોવામા આવેલ અને વાહન નં.જોતા જીજે.૧૨.બીઝેડ.૪૯૬૧ તેમજ પાડા બાબતે ગાડીના ચાલકને પુછતા તેણે જણાવેલ કે આ પાડા હુ શિકારપુરના સબીરહુસેન ઓસમાણશા શેખના કહેવાથી કતલ કરવાના ઇરાદે શિકારપુર લઇ જતો હતો જેથી ગાડીના ચાલક દિલીપ જગદીશભાઇ કોલી ઉ.વ.૩૦ રહે-શિકારપુર તા-ભચાઉ વાળાને રાઉન્ડ અપ કરી પાડાને પાંજરાપોળ લાકડીયા ખાતે મોકલવા તજવીજ કરવામા આવેલ
કબ્જે કરેલ મુદ્દામાલ :- (૧) જીજે.૧૨.બીઝેડ.૪૯૬૧ વાળી બોલેરો પિક અપ કિ.રૂ.૪,૦૦,૦૦૦/- (૨) પાડા નંગ-૦૭ કિ.રૂ. ૭,૦૦૦/-એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ.૪,૦૭,૦૦૦/-
આ કામગીરી સીનીયર પોલીસ સબ ઇન્સપેકટર વાય.કે.ગોહિલ સાહેબ તથા પો.હેડ કોન્સ સુભાષભાઇ રાજગોર તથા પો.કોન્સ મહિપાલસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામાં આવેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.