એગ્રી ક્લિનીકના માધ્યમથી બોટાદ તાલુકાના ખેડૂતોને બિયારણની પસંદગીથી લઈને પ્રોસેસિંગ અને માર્કેટિંગ સુધીની તમામ સુવિધાઓ આવનારા દિવસોમાં ઉપલબ્ધ થશે
એગ્રી ક્લિનીકના માધ્યમથી બોટાદ તાલુકાના ખેડૂતોને બિયારણની પસંદગીથી લઈને પ્રોસેસિંગ અને માર્કેટિંગ સુધીની તમામ સુવિધાઓ આવનારા દિવસોમાં ઉપલબ્ધ થશે
બોટાદ ખાતે “૧૦ હજાર ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના અને પ્રોત્સાહન” અંતર્ગત
કૃષિ ધરાતલ એગ્રી ક્લિનીક તેમજ સાધારણ સભા સંપન્ન
કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના “૧૦ હજાર ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના અને પ્રોત્સાહન” અંતર્ગત લઘુ કૃષક કૃષિ વ્યાપાર સંઘ (SFAC, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય,ભારત સરકાર) દ્વારા સમર્થ એગ્રો,અમદાવાદ ( Nodal CBBO, Gujarat,SFAC) ના સહયોગ અને માર્ગદર્શન દ્વારા કૃષિ ધરાતલ ફાર્મર પ્રોડયુસર કંપની લિમિટેડ (FPO) ની રચના કરવામાં આવી છે. જેને અનુલક્ષીને તાજેતરમાં બોટાદ ખાતે કૃષિ ધરાતલ એગ્રી ક્લિનીક (ખેતીનું દવાખાનું) શુભારંભ તેમજ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બી. આર. બલદાણીયાએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ એગ્રી ક્લિનીકના માધ્યમથી બોટાદ તાલુકાના ખેડૂતોને બિયારણની પસંદગીથી લઈને પ્રોસેસિંગ અને માર્કેટિંગ સુધીની તમામ સુવિધાઓ આવનારા દિવસોમાં ઉપલબ્ધ થશે. આજે ૩૦૦ થી પણ વધુ ખેડૂતો શેરધારકો તરીકે જોડાયેલા છે. ખેડુતોને એફપીઓ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, એફપીઓ એ ખેડૂતોથી બનેલી, ખેડૂતો માટે કાર્યરત અને ખેડૂતોની પોતાની સંસ્થા છે. વિશેષમાં તેમણે એફપીઓમાં જોડવાથી થતા ફાયદાઓ અને તકો વિષે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. દરેક ખેડૂતોને સભ્ય તરીકે જોડાવા હિમાયત કરી હતી.
આ પ્રસંગે નાબાર્ડ ડીડીએમશ્રી ડી.બી. ખલાસ, ખેતીવાડી અધિકારીશ્રી કે.બી.રમણા, બાગાયત અધિકારીશ્રી સી.એન.પટેલ, શ્રી કિશોરભાઈ(આત્મા), અગ્રણી જિલ્લા મેનેજરશ્રી મિતેશભાઈ ગામીત, ભાવનગર ડીસ્ટ્રીક કો. ઓપરેટીવ બેંક મેનેજરશ્રી મનદીપભાઈ ધોળુ, અમદાવાદ સમર્થ એગ્રોના રીજનલ મેનેજરશ્રી ધવલભાઇએ ખેડુતોને એફપીઓની કામગીરી અંગે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું અને સીઈઓ અને બોર્ડ સભ્યોના કામને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં 400 કરતા વધારે ખેડૂત સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Report, Nikunj Chauhan
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.