ભાવનગરના તોડકાંડ પ્રકરણમાં યુવરાજસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે - At This Time

ભાવનગરના તોડકાંડ પ્રકરણમાં યુવરાજસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે


ભાવનગરના તોડકાંડ પ્રકરણમાં યુવરાજસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨: ભાવનગરના બહુચર્ચિત ડમીકાંડ બાદ કથિત તોડ કાંડમાં આરોપી બનેલા યુવરાજસિંહ જાડેજા ના રિમાન્ડ પૂર્ણ થતા ભાવનગર પોલીસે તેને જેલ હવાલે કરેલ છે.

ભાવનગર પોલીસે ડમીકાંડના ઝડપાયેલ આરોપીના નિવેદન બાદ યુવરાજસિંહ જાડેજાએ રૂપિયા એક કરોડનો તોડ કર્યો હોય તેને સમન્સ મોકલ્યા બાદ ગત તા.૨૧ના રોજ સતત ૯ કલાક યુવરાજસિંહ જાડેજાની પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહની ધરપકડ બાદ ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ડમીકાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે ૧ કરોડ રૂપિયા લીધા હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યાર બાદ યુવરાજસિંહને તોડકાંડના કેસમાં ૭ દિવસના અને બાદમાં ૨ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને હવે રિમાન્ડના ૯ દિવસ પૂર્ણ થયા બાદ કોર્ટ દ્વારા યુવરાજસિંહ જાડેજા ને જેલમાં મોક્લવા નો આદેશ કરવામાં આવતા આજે પોલીસે યુવરાજસિંહ જાડેજા ને ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.

યુવરાજસિંહ જાડેજા ઉપરાંત તેના સાળા કાનભા ગોહિલ ઉપરાંત અલ્તાફ ઉર્ફે રાજુને પણ પોલીસે રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.