ચાલુ સપ્તાહના અંતમાં ફરી સૌનીના પાણી શરૂ થઇ જશે - At This Time

ચાલુ સપ્તાહના અંતમાં ફરી સૌનીના પાણી શરૂ થઇ જશે


રાજકોટને મે મહિનામાં સૌની યોજનાનું પાણી શરૂ કરવા મ્યુનિ. કમિશનરે પાઠવેલા પત્ર બાદ ચાલુ સપ્તાહમાં સરકાર દ્વારા નર્મદા નીરનું આ વધારાનું પાણી ફરી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. આ અંગે સિંચાઇ વિભાગે મનપા અધિકારીઓને જાણ કરી છે. મહાનગર માટે દર વર્ષે સરકાર દ્વારા સૌની યોજના હેઠળ આજી અને ન્યારી ડેમમાં પાણી છોડવામાં આવે છે. 2023ના ચોમાસા પહેલાના સમય માટે અગાઉ 13પ0 એમસીએફટી પાણી દૈનિક 20 મીનીટ વિતરણ માટે કરવામાં આવી હતી
જેમાં આજી માટે 1080 અને ન્યારી માટે 270 એમસીએફટી જથ્થો માંગવામાં આવ્યો હતો. આજી ડેમમાંથી રાજકોટને દૈનિક 140 એમએલડી પાણી 31 મે સુધી અને ન્યારી 1માંથી રોજ 70 એમએલડી પાણી 10 જુન સુધી મળવાનું છે તો ભાદર-1માંથી 31 ઓગષ્ટ સુધી રોજ 40 એમએલડી પાણી મળે છે. જયારે 125 એમએલડી પાણી પાઇપલાઇન મારફત પુરૂ પાડવામાં આવે છે. સરકાર દ્વારા છેલ્લે આજી-1માં 879 અને ન્યારી-1માં 105 એમસીએફટી પાણીનો જથ્થો અપાતા મે મહિના સુધી ચાલે તેમ છે.
આમ છતાં બાકીનો જથ્થો 15 મે સુધીમાં આપવા માંગણી કરાઇ હતી જયારે કમિશનર આનંદ પટેલે લાંબા ગાળાના આયોજન માટે ડેમમાં પાણીની આવક ખેંચાય તો ઓગષ્ટ-2023 સુધીનું આયોજન સરકારને સોંપ્યું હતું. મંજૂર થયેલા જથ્થા ઉપરાંત આજી-1માં વધુ 430 અને ન્યારી-1માં 200 એમસીએફટી પાણીનો જથ્થો ફાળવવા તેમણે માંગણી કરી હતી. દરમ્યાન મે મહિનો શરૂ થઇ ગયો છે. હાલ ડબલ ઋતુ છે પરંતુ આ મહિનો આકરા ઉનાળાનો બનવાનો છે. આથી ચાલુ સપ્તાહના અંતે આજી ડેમમાં પાણી ઠલવવાનું શરૂ થઇ જાય તેવા નિર્દેશ સરકાર તરફથી મળ્યા છે. આમ વરસાદ ખેંચાય તો પણ ડેમમાં સમયસર પુરતો જથ્થો મળે તેવું આયોજન અમલમાં મુકાયું છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.