જસદણનાં પૂ.જલારામબાપા મંદિરે પાંચ દિવસની સુંદરકાંડ કથા યોજાશે
જસદણનાં પૂ.જલારામબાપા મંદિરે પાંચ દિવસની સુંદરકાંડ કથા યોજાશે
જસદણના જલારામ મંદિરના ૪૨માં પાટોત્સવ પ્રસંગે પૂજય સંતશ્રી હરિરામ બાપાની પ્રેરણાથી જલારામ સત્સંગ મંડળ જસદણ તથા સમસ્ત હરિ પરિવાર દ્વારા જલારામ મંદિર ખાતે સુંદરકાંડ કથા - હનુમંત ચરિત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢ વાળા શાસ્ત્રી ઈશ્વરચંદ્ર વ્યાસ કથાનું રસપાન કરાવશે તારીખ ૨.૪.૨૦૨૩ ને રવિવાર ચૈત્ર સુદ બારસના દિવસે સવારે ૯ કલાકે કથા પ્રારંભ થશે તથા તારીખ ૬.૪.૨૦૨૩ ને ગુરુવારે બપોરે ૧૨ કલાકે કથાની પૂર્ણાહુતિ થશે. કથા દરમિયાન જસદણ સમસ્ત સાધુ સમાજ માટે દરરોજ બપોરે ૧૧ કલાકે ભોજન પ્રસાદ યોજાશે તેમજ બપોરે ૧૨-૩૦ કલાકે તથા સાંજે ૭-૩૦ કલાકે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન સવારે અને રાત્રે સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, રામધૂન, આરતી, ભજન કીર્તન વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કથા શ્રવણનો લાભ લેવા જસદણ જલારામ મંદિર તેમજ સમસ્ત હરી પરિવારે અનુરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જસદણના જલારામ મંદિરે પૂજય સંતશ્રી હરિરામ બાપાની પ્રેરણાથી છેલ્લા ૪૨ વર્ષથી અખંડ રામધૂન તેમજ અન્નક્ષેત્ર ચાલે છે.
(ધર્મેશ કલ્યાણી દ્વારા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.