રામનવમીને લઈને ઝઘડિયા, રાજપારડી સહિતના ગામોમાં રામજીની ભવ્ય શોભાયત્રા યોજાય. - At This Time

રામનવમીને લઈને ઝઘડિયા, રાજપારડી સહિતના ગામોમાં રામજીની ભવ્ય શોભાયત્રા યોજાય.


રામનવમીને લઈને ઝઘડિયા, રાજપારડી સહિતના ગામોમાં રામજીની ભવ્ય શોભાયત્રા યોજાય.

ઝઘડિયા તાલુકામાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ પણ યોજાય રહેલ શોભાયાત્રાનુ રૂબરૂ આવી નિરીક્ષણ કર્યું.

આજે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનનો જન્મોત્સવ ને લઇ સમગ્ર ઝઘડીયા તાલુકામાં જન્મોત્સવની વિવિધ સ્થળો પર ઉજવણી કરવામાં આવી હતી, ઝઘડિયા ના સુપ્રસિદ્ધ હનુમાનજી ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનો આયોજન થયા હતા, આ ઉપરાંત ઝઘડિયા ગામમાં શિવ આરાધના ગ્રુપ દ્વારા ઝઘડિયા મઢી થી ભગવાન શ્રીરામની વિશાળ છબી સાથે એક શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, જે ઝઘડિયા મઢી થી પ્રસ્થાન કરી ઝઘડિયા ટાઉન, ચાર રસ્તા, સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર થઈ રતનપુર ગામ થઈ ત્યાંના હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં જય શ્રી રામ, જય શ્રી રામ ના નારા થી  સમગ્ર વિસ્તાર આજે ગુજી ઉઠ્યો હતો. આ ઉપરાંત રાણીપુરા ગામના યુવાનો દ્વારા ત્રણ દિવસ ભગવાન શ્રીરામની આરાધના કરી ગતરોજ રાત્રે સમૂહ આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું તથા આજરોજ રાણીપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા તથા તાલુકાના રાજપારડી, ઉમલ્લા, પાણેથા, ભાલોદ ગામના ગાયત્રી મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી જે ભાલોદ રાજપારડી થઈ ખોડીયા હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી તેમજ નર્મદા કાંઠા વિસ્તારના આશ્રમોમાં રામનવમીની શ્રદ્ધા સભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.

બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.