ઝાડા-ઊલટી કરાવે તેવી 650 કિલો મીઠાઇ મળી
મનપાની ફૂડ શાખાએ કોઠારિયા વિસ્તારમાં આવેલી યોગેશ્વર ડેરીમાં દરોડો પાડ્યો, સેમ્પલ લઈને નોટિસ ફટકારાઈ
લગ્ન પ્રસંગોમાં વધેલી મીઠાઈ પરત લઈ સ્ટોરેજમાં રાખી દેવાય અને બાદમાં ફરીથી ગરમ કરી વેચી દેવાય
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ કોઠારિયા રોડ પર સાગર સોસાયટીમાં આવેલી યોગેશ્વર ડેરી ફાર્મમાં દરોડો પાડ્યો હતો અને તેના કોલ્ડ રૂમમાં જતાં જ અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ હતી કારણ કે, ત્યાં ફૂગ ચડેલી મીઠાઈનો મોટો જથ્થો પડ્યો હતો. જેથી તમામ જથ્થો બહાર કાઢતા પતરાંના ડબ્બામાંથી 150 કિલો વાસી શિખંડ મળ્યો હતો જ્યારે મીઠાઈ બનાવવા માટે વપરાતો 200 કિલો વાસી માવો પણ મળ્યો હતો. આ ઉપરાત વધુ તપાસ કરતા અલગ અલગ પ્લાસ્ટિકની થેલીઓ અને ચોકીઓમાં રાખેલી 300 કિલો મીઠાઈ મળી હતી જેમાં ફૂગ ચડી ગઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.