રાજકોટમાં ‘મોદી હટાવો, દેશ બચાવો’નાં પોસ્ટર્સ લગાવ્યા હતા, પ્રવક્તાએ કહ્યું: ‘અમારી લીગલ ટીમ કાયદાકીય પગલાં લેશે’
રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અલગ અલગ વિસ્તારોમાં મોદી વિરોધી બેનરો લગાવી દેતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. રેસકોર્ષ રીંગ રોડ અને 150 ફુટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે 'મોદી હટાવો, દેશ બચાવો’ના બેનરો લગાવવામાં આવ્યા હતાં. જેને લઇ પ્રદ્યુમનનગર પોલીસે રેસકોર્ષ રીંગ રોડ પર આવા બેનરો લગાવનારા ચાર શખ્સોને શોધી કાઢી ગુનો નોંધી સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે. જયારે માલવીયાનગર પોલીસમાં અલગ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે AAPના પ્રવક્તા શિવલાલ બારસીયાએ કહ્યું હતું કે 'આ તો તાનાશાહી છે, અમારી લીગલ ટીમ કાયદાકીય પગલાં લેશે'.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.