રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે કામ કરવા બદલ રોયલ્ટી નહી ચૂકવી હોય તો દંડ થશે - At This Time

રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે કામ કરવા બદલ રોયલ્ટી નહી ચૂકવી હોય તો દંડ થશે


રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર નિર્માણ પામી રહેલા હીરાસર એરપોર્ટ ખાતે રોયલ્ટીનો વિવાદ સામે આવ્યો છે. સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જગદીશસિંહ વાઢેરનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં જગદીશસિંહ વાઢેરે જણાવ્યું છે કે, 'મોરબીના કાંતિપુરમાં ખાણ ખનીજ વિભાગે મસમોટી ખનીજચોરી પકડી પાડી હતી.આ ખનીજચોરી દિલીપ બિલ્ડકોન નામની કંપની જ કરી રહી હતી. ત્યારે હવે જો હીરાસર એરપોર્ટ ખાતે કામ કરવા બદલ રોયલ્ટી નહી ચૂકવી હોય તો દંડ થશે' નોંધનીય છે કે દિલીપ બિલ્ડકોન લીમીટેડ કંપનીને ખનીજ ચોરી માટે રૂ.1.03 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. હવે વધુ કાર્યવાહીથી કંપનીની મુશ્કેલીમાં વધારો થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.