માળીયા હાટીનામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાણી,
ભગવાન શ્રી રામ નામના નાદ થી ગુંજી ઉઠતા માળીયા હાટીના શહેરીજનોમાં ભારે ઉત્સાહ
માળીયા હાટીના psi બી.કે.ચાવડા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત લોખંડિત બોડીવોન કેમેરા સાથે શોભાયાત્રા સમાપન
રામનવમી પૂર્વે માળીયા હાટીના મંદિરો અને મૂખ્યો બજારો શેરી-મહોલ્લામાં વિવિધ પ્રકારના શણગાર
શહેરના મૂખ્યો બજારોમાં આકર્ષક અવનવા ફ્લોટ્સ સાથે તેમજ ડિ.ઝે.ના તાલે ફટાકડાની આતશબાજી સાથે ઘોડે સવારીઓ સાથે શોભાયાત્રા યોજાણી
માળીયા હાટીના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તેમજ ગૌરક્ષક દળના નેજા હેઠળ રામનવમીનીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રામલલ્લાને આવકારવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
માળીયા હાટીના માં સૌ પ્રથમવાર પ્રભુશ્રી રામના પ્રાગટ્ય દિન રામનવમી નિમિતે શોભાયાત્રાનું ભવ્ય આયોજન થયું હતું. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની આગેવાનીમાં બજરંગદળ, ગૌરક્ષક દળ, સહિત વિવિધ ભજનમંડળો, યુવક મંડળો દ્વારા ભાવિ ઉત્સાહ ભેરથી તૈયારી કરી હતી
માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પાસે રામેશ્વવર મંદિર ખાતે શોભાયાત્રા નો પ્રારંભ રામનવમીની શોભાયાત્રા સાંજે 4 કલાકે માળીયા હાટીના રામેશ્વર મંદિર થી અખંડ ચિંતનસ્વામી BAPS ,આદર્શપ્રિયસ્વામી BAPS ,સ્વામિનારાયણ મંદિર જુનાગઢ,
સુખરામદાસબાપુ ખાખીમઢી મેંદરડા સહિતના મહંતશ્રીઓ, જૂનાગઢ વિભાગ વિશ્વ હિન્દુ પરિષદ સહ મંત્રી અશ્વિનસિંહ રાયજાદા, વિશ્વ હિન્દુ પરિષદ ડો.અજયસિંહ સીસોદીયા, માળીયા હાટીના બજરંગદળ પ્રમુખ અનુપસિંહ સીસોદીયા, ગૌ રક્ષા દળના પ્રમુખ અજીત સિંહ દયાતર, વિશ્વ હિન્દુ પરિષદ લીગલ એડવાઇઝર સેલ વિલાસ કુમાર ટી.ગોરડ, વિશ્વ હિન્દુ પરિષદ ઉપ પ્રમુખ ગૌતમભાઈ દવે. સહિતના મહાનુભવો એ યાત્રા પ્રસ્થાન કરાવ્યુ હતું
માળીયા હાટીના રેલ્વે સ્ટેશન થી મહારાણા પ્રતાપ સિંહજી ચોકમાં મહારાણા પ્રતાપ સિંહજીની પ્રતિમાને પુષ્પહાર કર્યા હતા ત્યાર બાદ શહેરના મૂખ્યો માર્ગો પર થઈ સંકીર્તન મંદિર સુધી શોભા યાત્રા યોજાણી હતી ઠેક ઠેકાણે પાણી તેમજ સરબતના સ્ટોલો ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ શોભા યાત્રા સંકીર્તન મંદિર ખાતે પહોંચી વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો, બજરંગ દાળના સભ્યો, ગૌ રક્ષક દળના સભ્યો તેમજ માળીયા હાટીના તાલુકાના મહાનુભાવો સહિતના આગેવાનો એ મહાઆરતી કરાઇ હતી. આમ શ્રી રામજન્મની ઉજવણી ભક્તજનો દ્વારા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટી પડ્યા
રામલલાના જન્મોત્સવની શોભાયાત્રા માં દરેક હિન્દુ જ્ઞાતિ આગેવાનો ,દરેક હિન્દુ સંગઠન ના ભાઈઓ બહેનો જોડાઈ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા કાઢી મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ જન્મોત્સવની ભવ્યઉજવણી કરવામાં આવી હતી
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.