પતિનાં ત્રાસથી કંટાળી માનસિક બીમાર મહિલા ઘરેથી નીકળી ગયા.૧૮૧ ટીમ દ્વારા માનસિક બીમાર મહિલાને તેના પરિવારમાં માતાને શોપ્યા
વેરાવળ તાલુકાના પાટણ વિસ્તાર માંથી એક જાગૃત નાગરિકનાં મોબાઈલમાંથી એક મહિલાનો ૧૮૧ માં ફોન આવેલ. કે મારા પતિ મને મારકૂટ કરતા હોય અને મને રાખવા માંગતા નથી. જે માટે સમજાવવાનાં છે. જેથી ફરજ પર હાજર રહેલ કાઉન્સિલર મનીષા ધોળિયા કોસ્ટબલ વર્ષાબેન તેમજ ડ્રાઈવર દિનેશભાઈ તાત્કાલિક સ્થળ પર પોહચી ગયા.પીડિતાને મળ્યા. જેથી પીડિતા મહિલાએ જે સરનામું આપેલ. તે સરનામા પર ગયેલ. પરંતુ ત્યાં પીડિતા મહિલાનાં પતિનાં નામનો કોઈ વ્યક્તિ રહેતો ના હતો. અને આજુ બાજુ વાળા એ આ મહિલાને ક્યારેય જોયેલી પણ નાં હતી.તે મહિલાને ખુદ ખબરના હતી કે તેનું સાસરી ક્યાં છે. તેની પાસે કોઈનાં કોન્ટેક્ટ નંબરનાં હતા. તેમને તેના માતા - પિતા ક્યાં રહે છે તે ખ્યાલ હતો. જે વેરાવળ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા. તે ગામમાં તપાસ કરાવેલ તો તેણે જે નામ આપેલ છે.તે નામની વ્યક્તિ રહે છે અને તેની દીકરી છે જેની માનસિક સ્થિતિ સારી નથી. જેવું જાણવા મળેલ. જે આપેલ સરનામા પર ગયા. એટલામાં તે પીડિતાનાં માતા હાજર હતા તેને મળ્યા તેમની દીકરીની હાલત વિશે જણાવેલ. પીડિતાનાં માતાએ જણાવ્યું કે મારી દીકરીની માનસિક સ્થિતિ સારી રહે તે માટે દવા ચાલુ છે. તેને ક્યારેક કઈ કેવાય જાય એટલે ધરેથી નીકળી જાય છે. તેણે ૧૮૧ ટીમનો આભાર માન્યો કે આવા સમયમાં અમે અમારી દીકરીને ક્યાં શોધવા જાત. તમારા લોકો નો ખુબ ખુબ આભાર કે મારી દીકરીને સહી - સલામત અમને શોપી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.