મસાલા માર્કેટમાં છેતરપિંડીની રેસિપી
મસાલા માર્કેટમાં કઈ રીતે લેભાગુઓ છેતરે છે તે મામલે ડો.રાઠોડે જણાવ્યા પોતાના અનુભવ.
ગ્રાહકોને આકર્ષવા મરચાંને રંગ ચડાવાય, સ્થળ પર દળાવાનું કહી હલકો જથ્થો ધાબડી દેવાય.
રાજકોટ શહેરમાં ઠેર ઠેર મસાલા માર્કેટ ધમધમી રહી છે. હવે આ માર્કેટમાં કેટલાક લેભાગુ અને ભેળસેળિયા તત્ત્વો ઉમેરાયા છે જેને કારણે હલકી ગુણવત્તાના મસાલા બેફામ વેચાઈ રહ્યા છે. ગત વર્ષે રાજકોટમાં મોટાપાયે ભેળસેળયુક્ત મસાલા પકડાયા હતા. આ વર્ષે ફરી હાટડાઓ શરૂ થયા છે ત્યારે મસાલામાં કઈ રીતે ભેળસેળ થાય છે તેનું ગણિત મનપાના પૂર્વ આરોગ્ય અધિકારી ડો.પી.પી. રાઠોડે પોતાના અનુભવ પરથી જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.