આઇ.સી.ડી.એસ લાઠી ઘટક દ્વારા ઈગોરાળા ખાતે પોષણ પખવાડિયા ની ઉજવણી અંતર્ગત મિલેટ વાનગી નિદર્શન અને રંગોળી નિદર્શન કાર્યક્રમ યોજાયો  - At This Time

આઇ.સી.ડી.એસ લાઠી ઘટક દ્વારા ઈગોરાળા ખાતે પોષણ પખવાડિયા ની ઉજવણી અંતર્ગત મિલેટ વાનગી નિદર્શન અને રંગોળી નિદર્શન કાર્યક્રમ યોજાયો 


આઇ.સી.ડી.એસ લાઠી ઘટક દ્વારા ઈગોરાળા ખાતે પોષણ પખવાડિયા ની ઉજવણી અંતર્ગત મિલેટ વાનગી નિદર્શન અને રંગોળી નિદર્શન કાર્યક્રમ યોજાયો 

લાઠી આઇ.સી.ડી.એસ.લાઠી ઘટક દ્વારા ઈગોરાળા જાગાણી ગામે પોષણ પખવાડિયા ની ઉજવણી અંતર્ગત મિલેટ વાનગી નિદર્શન અને રંગોળી નિદર્શન કાર્યક્રમ યોજાયો પોષણ પખવાડિયા ની ઉજવણી અંતર્ગત લાઠી સેજાની તમામ આંગણવાડી બહેનો દ્વારા મીલેટ વાનગી નિદર્શન યોજવામાં આવેલ હતું આ કાર્યક્રમ નો ખાસ હેતુ એ હતો કે ભારત સરકાર દ્વારા ૨૦૨૩ નાં વર્ષ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ખાસ સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ ધાન્ય જેમાં બાબરકોટ ના બાજરા નું ખાસ મહત્વ હોય જેમાંથી જુવાર અને રાગી વગેરે માંથી વાનગી બનાવી તેનું પોષણ અને આરોગ્ય માટે મહત્વ સમજાવવા માં આવ્યું હતું તેમજ ધાન્ય માંથી રંગોળી બનાવી હતી જે લાભાર્થીઓનુ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું સમગ્ર કાર્યક્રમ માં તાલુકા પંચાયત માંથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ સી.ડી.પી.ઓ.સાહેબ આરોગ્ય સ્ટાફ ગ્રામીણ બેન્ક સ્ટાફ ઉપસ્થિતિ રહેલ હતા અને સ્પર્ધક બહેનો કિશોરી ઓને પ્રોત્સાહિત ઇનામો આપી નવાજ્યા હતા અને કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવેલ હતું તેમજ લાઠી ગ્રુપના સુપર વાઇઝર ફાલ્ગુનીબેન ચત્રાલ એવમ મુખ્ય સેવિકા શ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમ માં બ્લોક કો ઓડીનેટર (NNM) અને PES ઇન્ટ્રાક્ટર આંકડા મદદનીશ દ્વારા માર્ગદર્શક ની ભૂમિકા ભજવવામાં આવેલ હતી આ કાર્યક્રમ માં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જ મિલેટ નાં મહત્વ વિશે સ્પીચ આપવામાં આવેલ હતી તેમજ કિશોરીની ક્વિઝ પ્રશ્નોતરી સ્પર્ધા પણ ગોઠવવામાં આવેલ હતી તેમજ કિશોરીને ઈનામ વિતરણ કરવામાં આવેલ તમામ કાર્યકર બહેનો ને પ્રોત્સાહિત કરેલ હતા સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિત રહી કાર્યક્રમ માં હાજરી આપી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો તે બદલ આઇ.સી.ડી.એસ.ઘટક લાઠી તરફથી તમામ બહેનો ને અભિનંદન પાઠવવામાં આવે છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.